જો તમે સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન હોવ પરંતુ ઘરે હોટેલ જેવા ક્રિસ્પી ઢોસા ન બનતા હોય અને ઢોંસા તવા પર ચોંટી જતા હોય તો આ ટિપ્સ ખાસ તમારા માટે જ છે. આટલુ કરશો તો તમને ઘરે ઢોંસા ઉતારવામાં વાંધો નહિ આવે.
રોટલીના તવા પર ન બનાવો :
ઘણા લોકો આ ભૂલ કરતા હોય છે. પણ રોટલી બનાવવાની તવી પર ક્યારેય ઢોંસા ન ઉતારવા જોઇએ. આ બંને માટેના તવા હંમેશા જુદા જ રાખો. ઢોંસો બનાવતી પહેલા તવો બરાબર સાફ કરી લેવો.
તમારી પાસે નોનસ્ટિક તવો ન હોય તો પણ ચિંતા કરવાની જ‚ર નથી. ધીમા તાપે ગરમ કરો. એક ચમચી તેલ નાખીને તેલ આખા તવ પર ફેલાવી લો. જ્યારે તવા પરથી ઓછો ધુમાડો નીકળવા માંડે તેવો જ ગેસ બંધ કરી દો. આમ કરવાથી તવો નોનસ્ટિક જેવો બની જશે.
આ તેલ લગાવેલો તેવો ઠંડો પડે એટલે બીજીવાર ધીમા તાપે તવા પર તેલ નાંખી ગરમ કરો. તવો ગરમ થાય એટલે તેને ટિશ્યુ પેપરથી લુછી નાખો અને તેના પર પાણીના થોડા છાંટા નાંખો. હવે આવા તવા પર ઢોંસા ઉતારશો તો તે ક્યારેય નહિ ચોંટે.
ઢોંસો ચોંટે તો શું કરવુ?
આટલુ કર્યા પછી તોય ઢોંસો ચોટતો હોય તો તવા પર થોડો લોટ ભભરાવી દો. લોટ તવા પર બરાબર ફેલાવી દો અને લુછી નાખો આમ કરવાથી તવો તૈયાર થઇ જશે.
તવો ચીકણો કરવા માટે તમે અડધી કપાયેલી ડુંગળીની મદદ લઇ શકો છો. ડુંગળીને તેલમાં તવા પર તેલ લગાવવાથી ઢોંસો ખૂબ જ ક્રિસ્પી બને છે.