ઉપલેટામાં છેલ્લા 38 વર્ષથી નગરસેવક તરીકે ચૂંટાતા વોડ નં.3માં રણુભા જાડેજા દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રજા ભૂલી ન શકે તેવા સમયે પિતાના પગલે પુત્ર દ્વારા પણ પોતાના સ્વખર્ચે આખા વોર્ડને સેનિટાઈઝ કરાવી નગર સેવકોને નવો રાહ ચિંધ્યો છે.
નગરપાલિકાના સૌથી સિનીયર સદસ્ય અને છેલ્લા એક ટર્મથી ચૂંટાઈને ઈતિહાસ બનાવનાર રાજપુત સમાજનાં પ્રમુખ પદે વર્ષો સુધી જેને સેવા આપી છે તેવા રણુભા જાડેજા દ્વારા પોતાના મત વિસ્તારમાં મોટાભાગના લોકો પછાત હોય આવા નબળા લોકોને વર્ષોથી જીવન જરૂરીયાત વસ્તુથી માંડી દવા સુધીનો ખર્ચ પણ ભોગવે છે.
હાલ કોરોના મહામારી વચ્ચે પિતાની જવાબદારી પુત્ર ચંદ્રપાલસિંહ જાડેજાએ ઉપાડી મોરના ઈંડા ચિતરવા ના પડે તે કહેવતને સાર્થક કરી વોર્ડ નં.3માં બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક, ગાંધી ચોક, નટવર રોડ, નાગનાથ ચોક, વાડલા ચોક, જીનમીલ ચોક, કડેશ્ર્વરનો ખાડો, સોનલનગર, સુનારાવાસ,રઘુવંશી સોસાયટી, રબારીવાસ સહિત આખા વોર્ડમાં હજારો રૂપીયાના ખર્ચે દવાનો છંટકાવ કરી સ્લમ વિસ્તારના લોકોના ખબર અંતર પુછી જરૂરીયાત લોકોને વિવિધ વસ્તુ પુરી પાડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આશાપુરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા એક દાયકાથી વોડ નં.3ના સ્લમ વિસ્તારના લોકોના વિદ્યાર્થીઓની ફી, પાઠયપુસ્તક, રાશનકીટ, દવા, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, ચૂંટણી કાર્ડ, જીઈબીના મીટર વિનામૂલ્ય આપવામાં નગર સેવક રણુભાનું યોગદાન મહત્વનું છે. પિતાના પગલે પુત્ર ચંદ્રપાલસિંહ જાડેજા પણ હાલ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
ત્યારે સરકાર શાળાના બાળકોને પુસ્તક, બોલપેન, સ્કુલ ડ્રેસ સહિત વસ્તુઓ વિના મૂલ્યે આપે છે.જયારે મોટા પુત્ર હરપાલસિંહ જાડેજા હાલમાં તાલુકા ક્ષત્રીય સમાજના પ્રમુખ છે કોરોના કાળમાં છેલ્લા એક માસથી તાલુકાના ક્ષત્રીય સમાજના લોકોને દવાખાના માટે સતત દોડાદોડી કરી અનેક લોકોની જીંદગી બચાવવામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.ત્યારે વોર્ડ નં.3ની જનતા નગરસેવક રણુભા જાડેજાની કામગીરી કયારે ન ભૂલી શકે.
છેલ્લા 38 વર્ષ થયા ચૂટાઈ આવે તે તેની કામગીરી ઉપરથી ઉપસી આવે છે. વોર્ડ નં.3માં સેનીટાઈઝર કરતી વખતે નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા, સ્કુલ બોર્ડના વાઈસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા, નગરસેવક વિરલભાઈ કાલાવડીયા, જેન્તીભાઈ રાઠોડ, ભગવાનદાસ નિરંજની, હરૂભાઈ કાલાવડીયા, સી.ડી. પટેલ, વાલ્મીકી સમાજના યુવાનો, આશાપુરા એજયુકેશન ટ્રસ્ટના યુવાનો વગેરેએ હાજર રહી જહેમત ઉઠાવી હતી.