ઉપલેટા શહેર તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા વિજળીના કડાકા ભડાકા સાથ વરસાદને આગમન થયેલ પ્રથમ ધીમી ધારે બાદ ઘોઘમાર વરસાદ પડતા કુલ સાત ઇંચ જેવું પાણી ઉપલેટા પાટણવાવમા પડી જતાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. નાથનાથ ચોક પાસે આવેલ જડેશ્ર્વર મંદીર પાસે રહેલા ૧૦૦ જેટલા લોકો ફરતે પાણી ફરી વળતા મામલતદાર સહીતના કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરેલ હતી.ગઇકાલે રાત્રે આઠથી દશ વાગ્યા વચ્ચે ઉપલેટા અને પાણટવાવ ગામમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વરવ્યા હતા. ભાયાવદર ગામે ગત સાંજે પાંચ ઇંચ જેવો વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગત રાત્રે સાત ઇંચ જેવો વરસાદ વરસતા મોસમનો કુલ ૨૩ ઇંચ વરસાદ પડયો છે. શહેરને પીવા તેમ જ સિંચાઇ ને પુરુ પાડતા મોજ ડેમમાં ૩॥ફુટ નવું પાણી આવતા ડેમની કુલ સપાટી ૩૭ ફુટ થઇ છે. છલકાવામાં ૭ ફુટ બાકી છે. જયારે ગવેથર ગામ પાસે આવેલ વેણુ ડેમ ફરી વખત રાત્રે ઓવર ફલો થતાં ડેમના બે પાટીયા અર્ધા ફુટ ખોલવામાં આવ્યા હતા. ભૂખી ગામ પાસે આવેલ ભાદર-ર ડેમ ઓવર ફલો થતાં આજે સવારે ડેમના બે પાટીયા ખોલવામાં આવેલ હતાં.ગામ વિસ્તારના પાટણવાવ ગામે ઘોધમાર સાત ઇંચ જેવો વરસાદ પડતા ડુંગર ઉ૫ર આવેલા માત્રીમાના મંદીરના બન્ને તળાવો ભરાઇ ગયા હતા જયારે ગામને પીવાના પાણી અને સિંચાઇ માટે આશીર્વાદ સમાન બાવળ વાળુ તળાવ અને ગામ તળાવ રપ વર્ષ બાદ ભરાતા પાણીનો પ્રશ્ર્ન હલ થઇ ગયો હોવાનું સરપંચ ગીરીશભાઇ પેઠાણી, અને ગામના વતના યાર્ડચેરમેન માધવજીભાઇ પટેલે જણાવેલ છે. જયારે ભાયાવદર ગામે પાંચ ઇંચ વરસાદ પડયો છે વડાવી ગામે ઘર ઉપર વીજળી પડતા કોઇ નુકશાની થવા પામી નહોતી. ગત સાંજે ભારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા મામલતદાર ભડાણીયા નગપરપતિ ચંદ્રવાડીયા, સુધરાઇ રાજય જયેશભાઇ ત્રિવેદી સહીતના કાફલો ધસી થઇ પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી હતી.ગત રાત્રે જોરદાર વરસાદને કારણે શહેર પીવાનું અને સિંચાઇ ને પુરુ પાડતા ભાદર-ર, મોજ અને વેણુ ડેમમાં જોરદાર પાણીની આવક થતા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે ત્યારે ડેમ વિસ્તારના વણજાંગજાવીયા, નાગવદર, નિલાખા, સેવંશા, લાઠ, ભિમોરા, મજેઠી, ભિમોરા સહીતના વિસ્તારના લોકોને રાત્રે વાડીમાં ન રોકાવવું અને નદી નાળામાં ન જાવું તેમ ઉપલેટા મામલતદાર એ.એમ. ભડાણીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ વ્યાસ જણાવેલ હતું.
Trending
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે