સરકાર ખેડુતના કલ્યાણ માટે પ્રતિબધ્ધ
ફોસ્ફરિક એસિડ અને એમોનિયાની આંતર રાષ્ટ્રીય કિંમતમાં 70 ટકા વધારાના કારણે ખાતરની બોરીનો 2400 ભાવ ખેડુતોએ ચુકવવા નહી પડે
વડાપ્રધાન મોદીએ જગતના તાતને ખાતરની થેલી જુના ભાવે મળે તે માટે લીધો મહત્વનો નિર્ણય
રસાયણીક ખાતર માટે મહત્વના ગણાતા ઘટક સમાન ફોસ્ફરિક એસિડ અને એમોનિયાના આંતર રાષ્ટ્રીય ભાવ વધારાના કારણે ડીએપી ખાતરનો ભાવ ડબલ થઇ જતા કેન્દ્ર સરકાર ખેડુતોની વ્હારા આવી ડીએપી ખાતરમાં 140 ટકા સબસિડી જાહેર કરી ખેડુતોને ખાતરની બોરી જુના ભાવે જ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર ખેડુતોના કલ્યાણ માટે કટિબધ્ધ હોય છે. ખાતરમાં થયેલા ભાવ વધારા ખેડુતોને ચુકવવો ન પડે તે માટે 500 સબસિડી વધારી રૂા.1200 કરવામાં આવી છે. વધારાનો મુલ્ય વૃધ્ધીનો ભાર કેન્દ્ર સરકાર ભોગવવાના આવકાર્ય નિર્ણયના પગલે ખેડુતોમાં ખુશીનો છવાઇ ગઇ છે.
ડીએપી અને એનપીએ ખાતરમાં વપરાતા ફોસ્ફરિક એસિડ અને એમોનિયાના આંતર રાષ્ટ્રીય ભાવમાં 70 ટકા વધવાથી રસાયણીક ખાતરની બોરીનો ભાવ ડબલ થઇ જતાં ખેડુતોમાં ગોકીરો થઇ ગયો હતો. ખેડુતોને રૂા.1200માં મળતી ખાતરની થેલીના રૂા.2400 ચુકવવા પડે તેમ હોવાથી જગતાત મુશ્કેલીમાં મુકાયો હતો.
ખેડુતોની આવક વધરાવા અને ખેડુતોના કલ્યાણ માટે કટિબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાકીદે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી ખેડુતોના હિતને ધ્યાને લઇ ખેડુતોને જુના દરે ખાતર મળી રહે તે માટે જરૂરી પગલા લેવા અંગે ચર્ચા વિચારણાના અંતે ખાતરની થેલી દીઠી રૂા.500ની અપાતી સબસિડીમાં વધારો કરી રૂા.1200 કરી ખેડુતોને જુના ભાવે ખાતરની થેલી એટલે કે રૂા.1200માં મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકાર દર વર્ષે રસાયણીક ખાતર પર સબસિડી પાછળ આશરે રૂા.80 હજાર કરોડનો ખર્ચ કરે છે. ડીએપી ખાતર પરની સબસિડીમાં વધારો કરવામાં આવતા કેન્દ્ર સરકારને સિઝનમાં રૂા.14,775 કરોડનો વધારાનો બોજો ઉઠાવવો પડશે તેમ બેઠકમાં ચર્ચા થઇ હતી.
કેન્દ્ર સરકારના ખેડુતના હિતમાં લેવાયેલા પીએમ કિશાન યોજના હેઠળ અખાત્રીજના દિવસે ખેડુતના બેન્ક ખાતામાં રૂા.20,667 કરોડ જમા કરાવી ખેડુતોની સહાય આપ્યા બાદ ખાતરની બોરી દીઠ સબસિડી વધારી ખેડુતોના હિતમાં મહત્વનો નિર્ણય કરી ખેડુતોની વ્હારે આવ્યા છે.