અબતક, રાજકોટ
તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર આંખાને અસર પહોંચાડી છે. ભારે પવન અને વરસાદને કારણે ઘણી જગ્યાએ તબાહી મચાવી છે. ત્યારે ખેતીને પણ માઠી અસર પહોંચી છે. જેમાં જીવન જરૂરિ એવી શાકભાજીને પણ માઠી અસર પડી છે. વવઝોડા અને વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્શાની થઈ છે. ત્યારે શકભાજીને પણ માઠી અસર પહોંચી છે. ત્યારે રાજકોટ શાકભાજી યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી શાકભાજી હરરાજી માટે આવતા હોય છે. પરંતુ તાઉતે વાવાઝોડાને કારણે શાકભાજીની આવક અડધા કરતા પણ ઓછી થઈ જવા પામી છે. આવક ઓછી અને માંગ ઓછી હોવાને કારણે ભાવમાં પણ બે ગણો ઉછાળો આવ્યો છે. સાથેજ યાર્ડમાં ફક્ત શાકભાજીનું વેચાણ શરૂ છે. અન્ય ઝણસીની આવક હાલ બંધ છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાઉતે વવાઝોડાના પગલે અગમ ચેતી રૂપે ઝણસીની આવક બંધ કરી દેવામાં આવી હતી. સાથેજ પ્લેટફોર્મ પર આડસ રૂપે રાખેલા પતરા ઉતારી દેવામાં આવ્યા હતા. જેને કારણે કોઈ નુક્શાની થવા પામી ન હતી. યાર્ડમાં શાકભાજી પણ લોમીટેડ પ્રમાણમાં આવ્યુ છે.
તાઉતે વાવાઝોડાંને કારણે ઉનાળુ પાક તલ, બાજરી, મગ, અડદ સાહિતને નુકશાન થવા પામ્યું છે. ઓછી આવકને કારણે યાર્ડમાં શકભાજીની હરરાજી કરવામાં આવી ન હતી. ફક્ત થડા સંચાલકો દ્વારા શાકભાજી વેચવામાં આવી હતી. જોકે ગ્રાહકો પણ નહિવત જોવા મમળ્યા હતા. તાઉતે વાવાઝોડાને કારણે શકભાજીને પણ મોટું નુકસાન થાયુ છે. ગીર પંથકમાં કેરીનો પાક પણ મોટા પ્રમાણમાં ખરી પડ્યો છે. સુરાષ્ટ્રના અગ્રીમ ગણાતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને કારણે છેલ્લા થોડા દિવસથી ઝણસીની હરરાજી બંધ કરવામાં આવી છે. ત્યારે શાકભાજી વિભાગમાં તાઉતે વાવઝીડાના પગેલ શાકભાજીની આવક પણ સાવ નહિવત પ્રમાણમાં થઈ છે. સને આવક ઓછી થવાના કારણે ભાવમાં બે ગણો વધારો આવ્યો છે.
અન્ય જીલ્લાઓમાંથી શાકભાજી ન આવતાં ભાવ બમણા થયા: રસિકભાઇ લુણાગરિયા
શાકભાજી વિભાગના રસિકભાઈ લુણાગરિયાર જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાને કારણે 2 દિવસ યાર્ડની શાકભાજી વિભાગ બંધ રહ્યા બાદ આજથી શરૂઆત થઇ છે. ત્યારે વાવાઝોડાના કારણે શાકભાજી ને પણ નુકશાન થયું છે અને યાર્ડમાં સાવ નહિવત પ્રમાણમાં શાકભાજીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના ભરમાંથી આવતી શાકભાજી ન અવવાને કરણે આવક ઓછી રહી છે. સાથેજ માંગ હોવાને કારણે ભાવમાં બે ગણો ઉછાળો આવ્યો છે. શકભાજી વિભાગમાં વવાઝોડાની અગમ ચેતીનાં કારણે કાઈ નુકશાન થયું નથી. હાલ યાર્ડમાં ફક્ત થડા વાળા વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે.શાકભાજી પણ ઓછા પ્રકારના આવ્યા છે.