અંગ્રેજીના પ્રસિદ્ધ લેખક વિલિયમ શેક્સપિયરે લખ્યું હતું કે ‘નામમાં શું રાખ્યું છે?’ ગુલાબને જો તમે અન્ય કોઈ નામથી બોલાવશો તો તેની સુગંધ થોડી ઓછી થઈ જશે. જો તેની ગુણવતામાં કોઈ ફર્ક નથી પડતો તો નામ રાખવાનો મતલબ શું ? જરા કલ્પના કરો કે આ ‘નામપ્રથા’ ના હોય તો શું થાય?
‘નામ’ને લઈ બધા લોકોને હજારો સવાલો હશે. તેમાં સૌથી અગત્યનો સવાલ કે, “નામપ્રથા”ની શરૂઆત કોણે કરી હશે ને કેમ કરી હશે? “નામપ્રથા”ની શરૂઆત વિશે જાણવાતો માનવ માત્રનું ગજું ટૂંકું પડે, પણ કેમ થઈ તેના વિશે આપણે જાણી શકીયે.
વિચારો કે તમે બટેટા ખરીદવા દુકાને જાવ છો, હવે તમને તેનો સ્વાદ, રંગ, ઉપીયોગ ખબર છે પરંતુ તેનું કોઈ નામ નથી. તો તમે દુકાનવારાને શું કહેશો? 1 કિલો પેલા આપી દયો! હવે દુકાનમાં પેલા કરીને હજારો વસ્તુ પડી હશે, કારણકે કોઈ વસ્તુનું નામકરણ જ નથી કરવામાં આવ્યું. આખરે એવું થશે કે 5 મિનિટનું કામ પતાવતા તમને 1 કલાક થશે. “નામપ્રથા”નો એક મતલબ એ પણ હોય શકે કે, લાખો વસ્તુમાંથી તમારે જે જોયે છે, ફક્ત તેનું નામ આપવાથી તમને તે આસાનીથી મળી શકે, આ સાથે તમારો સમય અને ઉર્જા બચી જશે.
‘નામપ્રથા’ વગર જીવવું અશક્ય
તમને કોઈ પતંગ કહે તો તમારા મગજમાં પતંગનું ચિત્ર ઉભું થઈ જશે. તેનું કારણએ છે કે, બાળક જ્યારથી સમજતું થયું ત્યારથી દોરો બાંધી આકાશમાં કાગળ અથવા પ્લાસ્ટિકની વસ્તુ ઉડાડવામાં આવે તેને પતંગ કહેવાય. આવું બધી જ વસ્તુ, સબંધો કે બીજું અન્ય વગેરેમાં તમને જોવા મળશે. “નામપ્રથા”એ હવે ઓળખાણ રૂપે માનવમાત્રના લોહીમાં ભળી ગઈ છે, જેમ ઓક્સિજન વગર જીવન શક્ય નથી તેમ “નામપ્રથા” વગર જીવની કલ્પના અશક્ય છે.
નામનો મતલબ કેટલો અસર કરે ?
જયારે કોઈ બાળકનું નામ રાખવામાં આવે ત્યારે તેના જન્મ સમયે ગ્રહોની દશા, રાશિ બધું જોઈને નામકરણ કરવામાં આવે છે. શું તે નામની અસર તે બાળકના ઝીંદગીમાં જોવા મળે? કોઈનું નામ લક્ષ્મીદાસ હોય ને તે રેંકડી લગાવી શાકભાજી વેચતો હોય છે. કોઈ બાઈનું નામ મોંઘી હોય ને તે મફતમાં છાણા થાપતી હોય છે.
નામના અને કામના આપણે આવા ઘણા બધા વિરોધભાસ જોવા મળશે. એક સરખા નામવારા વ્યક્તિમાં કેટલો ફર્ક હોય તેના પણ આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે નરેન્દ્ર નામના વ્યક્તિમાં એક દેશના વડાપ્રધાન બને ને બીજો નરેન્દ્ર નામનો માણસ ખેતી કરતો હોય.
આખરે વિલિયમ શેક્સપિયરના મંતવ્ય મુજબ કે, નામ એ માણસના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડતો નથી. માણસ તેના વ્યક્તિત્વ પરથી ઓળખાણ ઉભી કરે છે. તમારું કાર્ય જ તમારી ઓળખાણ બને છે. તે ઓળખાણ દ્વારા જ તમે તમારા નામનું મહત્વ વધારી શકો છો.