ધારીયુ, પાઇપ અને ધોકા વડે હુમલામાં ચાર મહિલા સહિત આઠ ઘાયલ: બન્ને પક્ષે મળી પાંચ મહિલા સહીત 14 સામે નોંધાતો ગુનો
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે કબુતર પાળવા બાબતે બે જુથ વચ્ચે ધિગાણું ખેલાયું છે ચાર મહિલા અને ચાર પુરુષ ઘવાયા છે. આ બનાવમાં બન્ને પક્ષે મળી પાંચ મહિલા સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી કોઇ અનિચ્છતીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચુડા નજીક મોરવાડ ગામે રહેતા શાંતિભાઇ ડાયાભાઇ પરમારને કબુતર પાળવા બાબતે પાડોશી સાથે વાંધો ચાલતો જેનો ખાર રાખી મહેશ દાના, નરેશ દાના, મહિપત ગલા, રમેશ બેચર, જયોત્સનાબેન મહિપત, ગલા બેચર અને લીલાબેન રમેશભાઇએ પાઇપ, ધોકા અને પથ્થર વડે શાંતિભાઇ પરમાર, રંજનબેન પુજાબેન, ડાયાભાઇ અને જશુબેનને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.જયારે સામા પક્ષે ઘનશ્યામ દાનાભાઇ પરમારે પાડોશમાં રહેતા ડાયાભાઇ પરમારે કબુતર પાળી ઘરે માણસો ભેગા કરો છો તેમ કહેતા બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં ડાયા બેચર પરમાર, શાંતિ ડાયા પરમાર, રાજેશ ડાયા પરમાર, પુજા ભાણજી પરમાર, અને જશુબેન ડાયા પરમાર લોખંડનો પાઇપ, ધારીયા અને પથ્થરના ઘા વડે ઘનશ્યામભાઇ રમેશભાઇ અને લીલાબેન ઉપર હુમલો કર્યાની ફરીયાદ નોંધાવી છે.ઘવાયેલા લોકોને હોસ્પિટલે ખસેડી પડેલી પોલીસે બન્ને પક્ષે મળી પાંચ મહિલા સહીત 14 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ ચુડા પોલીસ મથકના પી.આઇ. એચ.જી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.