શહેરોની ગલીઓમાં જ્યારે એમ્બ્યુલન્સોની સાયરનો વાગતી હતી ત્યારે બંદરો ઉપર નિકાસના ક્ધટેનરો રવાના થઇ રહ્યા હતા. જી હા, મારૂં ભારત આત્મનિર્ભર થવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છૈ..! આ વખતે આ ઝુંબેશમાં જાણે યંગ ઇન્ડિયા પણ જોડાયું છે. જેમાં કૄષિ ક્ષેત્ર ઉપરાંત સર્વિસ સેક્ટરનો મહત્વનો ફાળો રહેવાનો છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ કંપનીઓની પણ મહત્વની ભૂમિકા રહેશે. કારણકે સ્ટાર્ટઅપ કંપનીઓ થોડા નવા ક્ધસેપ્ટ સાથે માર્કેટમાં આવી રહી છે. જે નવી પેઢીને નવા વિચારો સાથે કામ કરવા માટે જરૂરી ફંડ પણ આપશે.  તાજા આંકડા બોલે છે કે દેશની નિકાસમાં ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો છે. જો કે આ ઉછાળા વચ્ચે આયાત પણ વધી હોવાથી વ્યવસાયિક ખાધ વધી છૈ. જે સમય રહેતા કંટ્રોલમાં આવી જશૈ તેવી આશા રાખીઐ તો મહામારી વચ્ચે પણ દેશનાં અમુક એવા કામ થયાં છે જે દેશને વૈશ્વિક બજારમાં મહત્વનું સ્થાન અપાવી શકશે. એપ્રિલ-21 માં જાહેર થયેલા સરકારી આંકડા બોલે છે કે ભારતનાં નિકાસ વેપારમાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે.

જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જીનિયરીંગ તથા સર્વિસ સેક્ટરના ટેકે ભારતે 30.63 અબજ ડોલરની નિકાસ કરી છે. ભારતની નિકાસમાં શણ, ફાર્માસ્યુટિકલ, કારપેટ, હસ્તકળા, ચામડાંની વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ, ખોળ, કાજુ, કેમિકલ  તથા પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં વધારો જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરની નિકાસ 21.17 અબજ ડોલરની થઇ છે જ્યારે આયાત 13 અબજ ડોલરે પહોંચી છે. માર્ચ-21 માં પણ ભારતની નિકાસમાં 60. 29 ટકા જેટલો વધારો નોંધાયો હતો.  આયાત વધવાનાં કારણને સરકાર હકારાત્મક રીતે જુએ છે, સરકારનો તર્ક એવો છે કે ભારતની આયાત વધવા પાછળ એવા સંકેત મળે છે કે ભારતીય ઇકોનોમી સુધારા તરફી છૈ કારણ કે ભારતીયોની ખરીદ શક્તિ વધી રહી છે. જો આ ગતિ એ કારોબાર આગળ વધશૈ તો આપણો વિદેશ વ્યાપાર 400 અબજ ડોલરે પહોંચશે. ટકાવારી પ્રમાણે હિસ્સો જોઇએતો આ સમયગાળામાં ભારતની નિકાસ 195 ટકા વધી છે જ્યારે આયાત 167 ટકા વધી છે.

ભારતની વિકાસ યાત્રાનું સુકાન દેશની યવા પેઢી સંભાળે તેવા સંકેત મળે છે. જેમને દેશમાં આવેલો સ્ટાર્ટ અપ કંપનીઓનો ટેકો મળશે. નેક્સ્ટ નોર્મલ  નાં શિર્ષક હેઠળ હાલમાં જ થયેલા એક સર્વેનાં તારણો આવ્યા છે કે કોવિડ-19 ની મહામારીમાં વૈશ્વિક મહાસત્તાઓ દવા આપવામાં નિષ્ફળ ગઇ ત્યારબાદ દેશની યુવા પેઢીને પરંપરાગત ઓર્ગેનિક ખાદ્યપદાર્થો તથા ભારતીય સ્થાનિક બ્રાન્ડની ચીજવસ્તુઓમા વધારે વિશ્વાસ પડ્યો છે. આ ઉપરાંત આપણા વૈદોએ આપેલા આયુર્વેદિક ઉપચારને તેઓ પસંદ કરતા થયા છે. આ નવી પેઢીએ ઓનલાઇન શોપિંગને અપનાવ્યું છે પરંતુ ત્યાં પોતાની ઇચ્છીત બ્રાન્ડ ન મળે તો તેઓ ઓફલાઇન વિકલ્પ પસંદ કરતા થયા છે. આ સર્વેમાં પાંચ વર્ષથી માંડીને 40 વર્ષ સુધી લોકો ને સવાલ કરાયા હતા. જેમાં 10 માંથી સાત સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે તેઓ સુચિત કરેલી આયુવેર્વેક તથા તાકાત વધારનારા પોષક તત્વ માટે તેઓ થોડો સમય  માટે  રાહ જોવા તૈયાર છૈ.

આ સર્વે માં જાણવા મળ્યું છે કે દેશની યુવા પેઢીની અડધો-અડધ વસ્તી તાકાત વધારવા માટે ડાબર, ચ્યવનપ્રાશ, રિવાયટલ, પતંજલિ જેવી બ્રાન્ડ ઉપર ભરોસો કરતા થયા છે. જો કે નવી જનરેશન બેંકિંગના મામલે વધુને વધુ ઓનલાઇન સર્વિસ તરફ વળી રહી છે. તેથી જ  60 ટકાથી વધારે યુવાનો ડિજીટલ વોલેટ, પેટીએમ, કે ગુગલ ના સહારે પેમેન્ટ કરતા થયા છે. આમ તો 2021નો પ્રારંભ થયો ત્યારેએવું કહેવાતું હતું કે હવે વિશ્વ કોરોના મુક્ત હશે અને નવા વર્ષે ઇકોનોમીની ગાડી દોડતી થશે. એટલે તો એ વખતે વડાપ્રધાને જણાવ્યું હતું કે આજની સ્ટાટઅપ કંપની આવતીકાલની મલ્ટિનેશનલ કંપની બનશે. આ કંપનીઓ વિશ્વભરને પોતાની સવિર્વિસ આપતી થશે. આતમનિર્ભર ભારતના નિર્માણમાં આ કંપનીઓ પાયાના પથ્થર બનશે. મેઇક ઇન ઇન્ડિયાનો નારો પણ અહીં ઉપયોગી થઇ રહ્યો છે. ગત વર્ષે લોકડાઉનમાં બધું જ બંધ હતું ત્યારે દેશના કૄષિ તંત્રઐ સિંહફાળો આપીને લાજ બચાવી હતી. તેથી હવે જવાબદારી યુવાનોને સોંપી દેવાની રહેશે.

સ્ટાર્ટઅપનું અનોખું માળખુ

દેશમાં હાલમાં સ્ટાર્ટઅપ કંપનીઓ માટે નવા જ ક્ધસેપ્ટ શરૂ થયા છે. જેમાં રોકાણકારોની ક્લબ જેવા ગ્રુપો તૈયાર થયા છે. જેઓ નવા વિચારો સાથે કારોબારને નવી દિશા આપવા આવતી નવી પેઢીને ફંડ આપે છે, ચોક્કસ પ્રોજેક્ટ નક્કી થયા બાદ તેમાં ચોક્કસ સમયગાળા માટે મુડીરોકાણ કરે છે. સમયની સાથે તેનું મુળ્યાંકન કરે છે અને નક્કી કર્યા પ્રમાણે પોતાના રોકેલા નાણા પરત લઇને નીકળી જાય છે. આવા સ્ટાર્ટઅપના કારણે નવી પેઢી નોકરીની માનસિકતાથી મૂક્ત થઇને એન્ટરપ્રિનિયોર માઇન્ડ સેટ સાથે સાહસ કરે છે. ગુજરાતમાં આવા મુડીરોકાણ માટે પાંચ લાખથી  માંડીને પચાસ કરોડ રૂપિયા સુધીના ક્ધસોર્ટિયમ બને છે. બેંગ્લોરમાં આનાથી પણ મોટા સાહસ થાય છે. આ એક એવો અખતરો છે જે મુડીપતિઓ પાસે રહેલા ફાજલ નાણાંનો નવા વ્યવસાયમાં ઉપયોગ કરાવે છે અને નાણાંના અભાવે અટકી ગયેલાઓને સાહસ કરવાનો મોકો આપે છે. આમ તો આવા ગ્રુપ પોતાની રીતે જ કામ કરતા હોય છે તેથી હજુ ઓર્ગેનાઇઝ્ડ  નથી. પરંતુ જો સરકાર આમાં સક્રિય ભૂમિકા ભજવીને એક જ કોમન પ્લેટફોર્મ ઉભું કરે તો વિકાસ ઝડપી બની શકે છે. આવા પ્રયગોમાં થતાં સારા સાહસોમાં સરકાર ઙઙઙ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મું માળખું પણ બનાવી શકાય તેમ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.