અબતક, રાજકોટ
તાઉતે વાવાઝોડાને પગલે અબતકની ટીમ રાતભર ફિલ્ડમાં રહી સતત લોકો સુધી અપડેટ પહોંચાડતી રહી હતી. લાખો લોકોએ અબતકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જકડાઈ રહીને પળે પળની અપડેટ મેળવી હતી. અબતકની ટીમ દ્વારા રાતભર ફિલ્ડમાં દોડધામ કરીને લોકોને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો.
તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યભરમાં ભારે ખાના ખરાબી સર્જાવાની દહેશત હતી. ત્યારે લોકો ઘરે બેસીને સુરક્ષિત રીતે સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યભરના લાઈવ સમાચારો મેળવી શકે તે માટે અબતક મીડિયાની ટીમ રાઉન્ડ ધ કલોક કાર્યરત રહી હતી. જેમાં ગૌરવરાજ ગોહિલ, ઋષિ દવે, ખુશી ભટ્ટી, નિખિલ મક્કા, જુનેદ જાફાઈ, નિશિત ગઢીયા, દીપેશ ગરોધરા, દર્શન વાડોલિયા, સાગર ગજ્જર, પ્રવીણ પરમાર, ગોપાલ પરમાર, અભય ત્રિવેદી, દેવજી રંગાડિયા, શૈલેષ વાડોલિયા, કરણ વાડોલિયા, મયુર રાઠોડે સતત ફિલ્ડમાં રહીને કપરી પરિસ્થિતિમાં પળેપળનું રિપોર્ટિંગ કર્યું હતું. સાથે જરૂર પડ્યે લોકોને મદદ પણ કરી હતી. આ સાથે અબતક મીડિયા હાઉસના કંટ્રોલ રૂમમાં કવિતા સિદ્ધપુરાની આગેવાનીમાં શુભમ ભટ્ટ, ઉર્વીલ વૈદ, યશ સેંગરા, વિજય સાગઠીયા અને ધાર્મિક સોલંકીએ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી હતી.