અબતક , ગોંડલ
ગોંડલ તાલુકાના કોલીથડ ગામે કોરોના વોરિયર્સ સમાન તબીબ સાથે દર્દીના સગા દ્વારા અભદ્ર વર્તન કરી, ક્લીનીક બંધ કરાવી અને ધમકી આપ્યાનો વિડીયો વાયરલ થતા તબીબોમાં અને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર સામે પગલાં લેવા માંગ ઉઠી છે.
કોરોનાની મહામારીમાં જાનના જોખમે અને પરિવારની પરવા કર્યા વગર દરિદ્ર નારાયણની સેવા કરતા અને કોરોના વોરિયર્સનું જેને બિરુદ આપ્યું છે ત્યારે ગોંડલ તાલુકાના કોલીથડ ગામ આઠ વર્ષથી ખાનગી ક્લીનીક ચલાવતા તબીબને ત્યાં પ્રૌઢ દંપતિ રૂટીન ચેક માટે આવ્યું હતું ત્યારે તબીબ દ્વારા મહિલાનું બ્લેડ પ્રેસર, ડાયાબીટીસ અને ઓક્સિજન માપવામાં આવ્યા બાદ મહિલા દર્દીના પતિ દ્વારા દવા નથી લેવી અને વિગતવાર માહિતી લખી આપતા બે મિનિટ લાગશે તેમ તબીબે કહેતા મહિલા દર્દીના પતિ ઉશ્કેરાઇ જઇ અભદ્ર વર્તન કરી લાફો મારવાની અને ક્લીનીક બંધ કરાવાની ધમકી આપ્યાની વાયુ વેગે વાત પ્રસરતા તબીબોમાં રોષ ફાટી નીકળ્યો અને આસપાસના 10થી વધુ ગામોમાં લોકો દ્વારા જવાબદાર શખ્સ સામે પગલાં લેવા માંગ ઉઠાવી છે.