અબતક, દર્શન જોષી, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઈડ લાઇન તેમજ સુપ્રીમ કોર્ટના સુઓમોટો રિટ મુજબ કોરોના મહામારીના રોગના કારણે જૂનાગઢ જિલ્લા જેલના કાચા કામના કેદી તેમજ પાકા કામના કેદી એવા 28 કેદીઓને પલે તેરે જમીન એટલે કાઢવાના જામીન ઉપર 90 દિવસની મુદત માટે જામીન આપેલા છે. જૂનાગઢના જેલના જેલર રબારી તેમજ અન્ય સ્ટાફે જહેમત ઉઠાવી 28 કેદીઓને જુનાગઢ જેલમાંથી છોડવામાં આવેલા છે,
આ આરોપીને છોડ્યા બાદ તેના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી પણ જિલ્લા જેલના અધિકારીઓ દ્વારા નિભાવી છે. આરોપીઓને જામીન ઉપર છોડવામાં આવ્યા છે તે તમામ આરોપીઓને 90 દિવસ પછી જેલમાં હાજર થવાનું રહેશે. આ આરોપીઓના જામીનગીરીની કામગીરી માટે જૂનાગઢના ધારાશાસ્ત્રી ધર્મિષ્ઠાબેન જોશી સહિતના 5 ધારાશાસ્ત્રીઓ નિમાયા હતા અને તમામ આરોપીઓને જૂનાગઢ જિલ્લા જેલમાંથી છોડાવવાની કામગીરી કરવામાં આવેલી હતી.