અબતક,રાજકોટ
માલવીયા ચોકમાં આવેલ પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલ રીગલ શુઝ નામના બુટ ચપ્પલના શો રૂમમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આ ખબર મળતા બે ફાયર ટેન્કર સાથે ચીફ ફાયર ઓફીસર આઈ.વી.ખેર સહિતનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો. શો રૂમની પાછળના ભાગમાં આગ લાગી હતી. શટર તથા કાચ તોડી આગ પર પાણીનો મારો ચલાવાયો હતો. જેથી આગ પર કાબુ મેળવી શકાયો હતો આગમાં શો રૂમના બુટ ચંપલનો અમુક સ્ટોક તથા ફર્નિચર ખાખ થયા હતા.
સદનસીબે જાનહાની ન થઈ પરંતુ બુટ ચંપલનો સ્ટોક ખાખ થયો: ડો. પ્રદિપ ડવ મેયર
મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું કે ફાયર ઓફીસમાં ફોન આવતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ રીગલ શુક શો રૂમમાં રહેલ બુટ ચંપલના સ્ટોક ખાખ થયેલો છે. ફાયરની ટીમે શો રૂમના શટર તથા કાચ તોડી અંદર પ્રવેશ કરી આગનું કારણ જાણી પરિસ્થિતિને કાબુ કરી હતી.
માલવીયા ચોકના પ્રમુખ સ્વામિ આર્કેડના રીગલ શુક શો રૂમમાં શોર્ટ સર્કિટ થતા લાગી આગ:
આઈ.વી.ખેર (ચીફ ફાયર ઓફીસર)
ચીફ ફાયર ઓફીસર આઈ.વી. ખેરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે માલવીયા ચોકના પ્રમુખ સ્વામી આર્કેટમાં સેઝમેન્ટમાં આવલે રીગલ શુક નામના શો રૂમમાં આગ લાગી હતી. જેની જાણ ટેલીફોન દ્વારા તથા રૂબરૂ થઈ હતી. જેને ધ્યાને લઈ શો રૂમનું શટર તોડી આગને કાબુમાં લેવામાં આવી ઈલેકટ્રીક શોર્ટના કારણે આગ લાગી હતી. શોરૂમના તમામ શુઝમાંથી અમુક જથ્થો સળગી ગયો છે. જયારે ધુમાડો તમામ સુઝને લાગ્યો છે.
ફાયરની ટીમ સમયસર પહોચતા આગ પર કાબુ મેળવાયો:
પૂર્વ મેનેજર રીગલ શુઝ
રીગલ શુઝ શો રૂમના પૂર્વ મેનેજરે જણાવ્યું કે રીગલ શુઝ ફૂટવેર શો રૂમમાં આજ આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો ફાયરનું અનુમાન છે. ફાયરબ્રિગેડને જાણ કરતા તુરંત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો.