અબતક,કિરીટ રાણપરીયા, ઉપલેટા
ઉપલેટાની કે.આર. આંગડિયા પેઢીમાંથી રૂ.2.45 કરોડની ઉચાપત થતા પાલિકા પ્રમુખ સુવા દ્વારા મેનેજર સહિત છ વ્યકિતઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. શહેરમાં આવેલ કે.આર. આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજા દ્વારા અન્ય પાંચ વ્યકિતઓ સાથે મળી આંગડિયા પેઢીમાંથી રૂ.2 કરોડ 45 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ ઉપલેટા પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ઉપલેટા નગરપાલીકાના યુવા પ્રમુખ મયુર ગોવિંદભાઈ સુવાની કે.આર. આંગડીયા પેઢીકે જે ઉપલેટા કટલેરી બજારમાં આવેલ શેઠ શોપીંગ સેન્ટરમાં છે. જેનું સમગ્ર સંચાલન પ્રતિપાલસિંહ સજુભા જાડેજા નામનો યુવાન કરતો હતો.
આ પેઢીના ઉપલેટાના સંચાલક પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદના ભાવેશ વિષ્ણુ સુથાર તથા એચ.કે. જૈન, ભારોલી (તા. તળાજા) ભાવનગરના અર્જુનસિંહ કિશોરસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ જાડેજા, હિતેષ ઉર્ફે લોગી ઘેલાણી ઉપલેટા વાળાએ આંગડીયા પેઢીમાં પૈસા મોકલવામાં આવેલ પરંતુ આ પૈસા જેતે જગ્યાએ પહોચાડેલ ના હોય ત્યારે આ અંગે આંગડીયા પેઢીના માલિકા મયુરભાઈ ગોવિંદભાઈ સુવાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં છ વ્યકિત સામે રૂપીયા 2 કરોડ 45 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ ઉપલેટા પોલીસમા નોંધાવાઈ છે.
ઉપલેટામાં આવેલ આંગડીયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદની એક એમ.કે. આંગડીયા પેઢીના સંચાલક સાથે મયુર યુવાના નામ અને ડોકયુમેન્ટનો ઉપયોગ અમદાવાદના નોટરી એચ.કે. જૈન સમક્ષ નોંધણી કરાવી બોગસ બનાવતી રેકોર્ડ ઉભા કરીને ગત તા.9 માર્ચના રોજ ફ્રેન્ચાઈઝી લઈ લીધેલ જે બાદ પેઢીના સંચાલક દ્વારા પેઢી પાસે રૂપીયા માંગતા જાણવા મળ્યું હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. જાડેજાએ આ અંગેની તપાસ હાથ ધરેલ છે. અને આ સમગ્ર બનાવમાં તપાસ દરમિયાન હજુ વધુ નામ અને હજુ વધુ રકમની ઉચાપત થયેલ હોવાનું બહાર આવવાની શકયતા જણાઈ રહી છે. તા.17-5-2021ના રોજ ‘અબતક’માં છપાયેલા આ સમાચારમાં શરત ચુકથી પાલિકા પ્રમુખ સહિત છ સામે ગુનો નોંધાયો હોવાનું પ્રસિધ્ધ થયું છે. જેમાં ખરેખર આંગડિયા પેઢીમાંથી રૂ.2.45 કરોડની ઉચાપત પ્રકરણમાં ખુદ પાલિકા પ્રમુખ મયુરભાઈ સુવાએ મેનેજર સહિત છ વ્યકિતઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સ્પષ્ટતા કરીએ છીએ.