અબતક, ચેતન વ્યાસ
રાજુલા
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસરના પગલે અમરેલી વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાથી 0 થી 3 કિમીના વિસ્તારમાં 20 ગામડાઓ અને 1 જાફરાબાદ નગરપાલિકા: જેમાં કુલ 90 હજાર આસપાસ વસ્તી છે જે પૈકી 6000 લોકોને સ્થળાંતર કરવામાં આદેશ અપાયા.
આ અંગે તાજી મળતી જાણકારી મુજબ રાજુલા તાલુકાના 11 ગામમાંથી 905 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે જેમાં ચાંચ બંદર ખેરા, પટવા, સમઢીયાળા, દાતડી વિસળીયા, કથીવદર, વિક્ટર, પીપાવાવ, નિંગાળા-1, ભેરાય આ વિસ્તારમાંથી મજૂરી કામ કરતા મીઠાના અગરિયાઓ જેવો અગર મા કે અન્ય જગ્યાઓ ઉપર કાચા મકાનમાં રહેતા હોવાથી જેઓને પોતાના પાકા મકાનમાં અથવા તો સંબંધીઓના પાકા મકાનમાં સ્થળાંતર કરવામાં આવેલ છે.
જ્યારે જાફરાબાદ તાલુકાના શિયાળ બે તેમજ જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાંથી પણ સ્થળાંતર કરવાની કામગીરી શરૃ હોવાનું મામલતદાર દ્વારા જણાવવામાં આવેલ છે તેમજ જાફરાબાદ બંદર ઉપર ચાર નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવેલ છે. આ અંગે જાફરાબાદ જીએમબી પોર્ટ અધિકારી સાથેની વાતચીત કરતા તેઓએ જણાવેલ છે કે વાવાઝોડાની ગતિ 50 થી 60 પ્રતિ કિલોમીટરની ઝડપે આવે તેવી સંભાવના છે જે વધીને 150 160 થાય તેવી સંભાવના છે.
અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા કલેકટરની સૂચના
જાફરાબાદ મામલતદાર ઓફિસમાં પણ ચોવીસ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવેલ છે. જેનો નંબર 0 27 94 245436 છે. રાજુલા મા 24 કલાક કંટ્રોલરૂમ મામલતદાર ઓફિસમાં શરૂ કરવામાં આવેલ છે જેનો નંબર 0 27 94 222013. કાલે સવારથી લો લાઈન એરિયાના કાચા મકાનોમાં રહેતા 17 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાશે. નદી નાળા કે નીચાં વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સૂચના અપાઈ છે સરપંચ, તલાટી, રેવન્યુ સ્ટાફ તેમજ ગ્રામસેવકો ખડેપગે રહેશે. પોલીસ, વીજ કંપની, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે જેવા તમામ વિભાગોની રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત : આ ટીમ પાસે જેસીબી, ઝાડ કાપવાના મશીન જેવા સંસાધનો ઉપલબ્ધ કરાયા છે.
આજે અને કાલે વરસાદની સંભાવના: રાજુલા તાલુકાના 11 ગામમાંથી 905 લોકોનું સ્થળાંતર: મામલતદાર ઓફિસમાં રાઉન્ડ ધ કલોક કંંટ્રોલરૂમની વ્યવસ્થા શરૂ
ઝાડ, વીજળીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર્સને નુકસાન ન થાય તેવા પગલાં લેવાયા છે તથા કોરોના દર્દીઓની તકેદારીના પગલે શેલ્ટર હાઉસમાં કોવીડની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાશે : રાજુલા જાફરાબાદના 20 ગામોમાં ધન્વંતરિ રથ કાર્યરત: સ્થળાંતરિત કરતા લોકોના રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરાશે તથા જાફરાબાદ-રાજુલાના ઓક્સિજન પરના 33 દર્દીઓને એમ્બ્યુલન્સથી સાવરકુંડલા ખસેડાશે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં વીજ પુરવઠો જળવાય તે માટે વીજ અકમ્પનીને ખાસ સૂચના આપવામાં આવી છે. જો વીજ પુરવઠો ખોરવાય તો ડીજી સેટ કે પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે. વાવાઝોડાની 48 કલાક પછી પણ ઓક્સિજન ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. 3 ડીવાયએસપી, 20 જેટલા પીઆઈ/પીએસઆઈ, 2 એનડીઆરએફની અને 1 એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કે રિલીફ કાર્યની જો જરૂર લાગે તો પૂરતી વ્યવસ્થા : ફૂડ પેકેટ્સ બાણાવની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે.
તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ : આવતા બે દિવસ માટે જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવશે : દરિયાકાંઠાથી 200 મીટરનો વિસ્તાર ઉપર જરૂરી કામગીરી સિવાય પ્રતિબંધ ઓવરહેડ પાણીની ટાંકી ખાલી કરાવવાનો આદેશ કરાયો છે. તથા પીવાના પાણીની વ્યવસ્થા પૂર્ત પ્રમાણમાં કરી લેવા લોકોને અપીલ કરવામાં આવી છે.