પાયાના ખાતરના કાચા માલમાં વૈશ્ર્વિક ભાવ વધારાનો બોઝ ખેડૂતો પર ન પડે તે માટે સરકારે સબસીડીનો વ્યાપ વધારવાનો કરેલો નિર્ણય ખેડૂતો માટે રાહતરૂપ સાબીત થશે
ખેડ, ખેતર ને પાણી… લાવી સમૃદ્ધિ તાણી… વૈશ્ર્વિક સ્તરે ખાતર બનાવવાના કાચા માલમાં ભાવ વધારો ભારતના ખેડૂતોને બોજરૂપ ન બને તે માટે કેન્દ્ર સરકારે ખાતર પર સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. કૃષિ પેદાશોના પાયાના પરિબળ તરીકે આધુનિક યુગમાં આવશ્યક બની છે ત્યારે કેન્દ્ર સરકારે વૈશ્ર્વિક રો-મટીરીયલ્સનો અને ખાસ કરીને ફોસ્ફેટીક અને કોટાસ પી એન્ડ કે ખાતરના ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા માટે ભાવ વધારા સામે દેશભરના ખેડૂતોને સબસીડીનો લાભ આપવાનું નક્કી કર્યું છે. શનિવારે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતમાં કોરોના કટોકટીની વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે ખેતી દેશના અર્થતંત્રની મુખ્ય ધરોહર બની છે ત્યારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાનો માર સહન ન કરવો પડે તે માટે સબસીડીમાં વધારો કરવામાં આવશે.
પાયાના ખાતર ગણાતા કોટાસ અને ફોસ્ફેટીક આધારિત ખાતરની ભાવ વધારાની રેન્જ જળવાઈ રહે તે માટે ખાતરના ઉત્પાદકોને કાચા માલના ભાવ વધારા સામે સબસીડી આપવાનું નક્કી કર્યું છે.
સરકારે ખાતર મંત્રાલયના પ્રવકતાના માધ્યમથી જાહેરાત કરી છે કે, છેલ્લા કેટલાંક મહિનાથી આંતર રાષ્ટ્રીય બજારમાં ડાયમોનીયમ ફોસ્ફેડ અને કોટેસીયમ સલ્ફેડ, ડીએપી સહિતના ખાતરના કાચા માલ મટીરીયલમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતો અને ખેતી માટે ડીએપી અને કોટેશીયમ ખાતર પાયાનું ખાતર હોય, ખેડૂતોને ભાવ વધારો બોઝરૂપ ન બને તે માટે ભારત સરકારે ખાતરની સબસીડીમાં વધારો કરી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલ મટીરીયલમાં વધારાની કસર પૂરી કરવા માટે સબસીડીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતોને મદદરૂપ થવા માટે લાંબાગાળાનો નિર્ણય લઈ ખેડૂત અને ખેતીને ખરા અર્થમાં મદદરૂપ થવા ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે. ખાતર બનાવતી કંપનીઓએ કોટેશીયમ સેલ્ફેડ અને ડીએપીના ભાવ કાચા માલના વધારાના કારણે 1લી એપ્રીલથી વધારવાનો નિર્ણય કર્યો હતો પરંતુ સરકારે ભાવ વધારો ન કરવા સુચના આપી હતી અને હવે ખાતરની સબસીડી વધારવાનો નિર્ણય કર્યો છે.