રાજકોટને ગ્રીન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સદભાવના વૃધ્ધાશ્રમ આજે દરેક શેરી, મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જાણીતું બન્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ નિરાધાર વડીલોને આશ્રય આપવાની સાથે શહેરને ગ્રીન બનાવવાનું પણ અભિયાન ચલાવી રહ્યું છે. તેણે ખૂબ ટૂંકા સમયમાં 5,00,000 વૃક્ષો વિનામુલ્ય પીંજરા સાથે વાવી તેનું જતન કરાયું છે. વૃક્ષો વાવીને મોટું ભગીરથ કાર્ય કર્યું છે. વૃક્ષો વાવવા સહેલા છે. પણ તેની માવજત કરવી અઘરી છે. જયારે આ સંસ્થા દ્રારા વૃક્ષોના વાવેતર સાથે તેને પિંજરાથી રક્ષણ આપવામાં આવે છે અને સાથે જાહેર સ્થળોએ વાવેલા વૃક્ષોને પાણી પીવડાવવા સહિતની કામગીરી કરીને તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમનું ‘ધ ગ્રીન મેન’ તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેઓએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાનો સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. ગુજરાતનું સૌથી મોટું સદભાવના વૃધ્ધાશ્રમ હાલમાં 270 માવતરની નિઃશુલ્ક સેવા કરી રહ્યું છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ વિજયભાઈ ડોબરીયા ના માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ફૌજ વૃક્ષારોપણ ની કામગીરી પુરજોશમાં કરી રહી છે.
અત્યાર સુધીમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા 5,00,000 થી વધુ વૃક્ષોનું વાવેતર પીંજરા સાથે કરવામાં આવ્યું છે. સંસ્થા મા હાલ 70- ટ્રેકટર 70-ટેન્કર અને 300 થી વધુ માણસો ના સ્ટાફ સાથે આ તમામ વૃક્ષો ને નિયમીત રીતે પાણી પાવા મા આવે છે. દવા,ખાતર આપવામાં આવે છે. તેમજ તેનું રક્ષણ કરવામાં આવે છે. જે માટે રાજ્ય સરકારે “ધ ગ્રીનમેન’ વિજયભાઈ ડોબરીયા નું ‘વન પંડિત’ એવોર્ડ થી સન્માન પણ કર્યું હતું.
જો તમારે પિંજરા સાથે વૃક્ષ વાવવું હોય તો નીચે આપેલ નંબર ઉપર ફોન કરો મો: 88810 88857