ઓકસીજનલ, પલંગ, વ્હીલચેર, સકશન મશીન, બેકરેસ્ટ, વોકર, ટોયલેટચેર, સ્ટીક, નેબ્યુલાઈઝર, બેડપેર, યુરીન પોર્ટ આઈ.વી. સ્ટેન્ડ સહિતના 48 પ્રકારના સાધનોની સેવા: વિદેશ વસ્તા દાતાઓ દ્વારા વતન પ્રેમ દાખવી હાલ 5 લાખથી વધુ રકમના સાધનો રાજકોટ સેન્ટર માટે આપવામાં આવ્યા
સતત 31 વર્ષથી ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને ઉપયોગ માટેઅતિ આધુનિક અને કિંમતી મેડીકલ સાધનોની અદભૂત સેવા: અત્યાર સુધીમાં અંદાજે બે લાખથી વધુ દર્દીઓએ સંસ્થાની સેવાનો લાભ લીધો આજની કાળઝાળ મધ્યમ વર્ગને દઝાડતી મોંઘવારી અને આવા સમયે પરિવારના કોઈ સદસ્યની બીમારી ખર્ચાળ મેડીકલ સેવાઓ, આવા કપરા સમયે માનવ સેવા એ જ માધવ સેવાના સુત્રને વાસ્તવરૂપે અનુસરતુ ટ્રસ્ટ જરૂરતમંદ દર્દીઓને મેડીકલ સાધનોની સેવા પુરી પાડીનેઅનેકોનાં આર્શિવાદ મેળવી રહ્યું છે.
ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને અતિ આધુનિક અને કિમંતી મેડીકલ સાધનો વોટરબેડ, ઓ. પલંગ, સકશન મશીન, વ્હીલચેર, બેક રેસ્ટ, વોકર, ટોયલટ ચેર, યુરીન પોટ, બેડપેન, ઓકસીજન સીલીન્ડર દરેક પ્રકારના પટ્ટા, નેબ્યુલાઈઝર પેરાલીસીસ સ્ટીક સહિતના 48 પ્રકારના સાધનો જેવા સાધનો સંસ્થા પાસે અલગ અલગ પ્રકારનાં સાઈઝમાં સ્થાનિક તેમજ વિદેશથી આવલે લાખો રૂપીયાના કિંમતી મેડીકલ સર્જીકલ સાધનો જરૂરતમંદ માટે ઉપલબ્ધ છે. આ સેવા પ્રકલ્પથી વિશેષતા એ છે કે આ અતિ કિંમતી સાધનો મેળવવા દર્દીઓએ સાધન પ્રમાણે ડીપોઝીટ ભરવી આવશ્યક છે. સાધન પરત કરતા ડીપોઝીટની રકમ પરત કરવામાં આવે છે. સંસ્થાના આ સેવાલક્ષી બેનમુન પ્રોજેકટનો અત્યાર સુદીમાં અંદાજે બે લાખ વધુ દર્દીઓએ લાભ લઈને આ સેવાની ઉપયોગીતા સિધ્ધ કરી છે, આ સેવાનો દૈનિક અંદાજે 200 જેટલા દર્દીઓ લાભ લે છે અને મૌન આર્શિવાદ આપીને સંસ્થાની ઉજવળ સેવામાટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.
સંસ્થાની મેડીકલ સાધનોની સેવાની જયોત પ્રજવલિત રાખવા તેમજ કાયમી ધોરણે કાર્યાન્વિત રાખવા ટ્રસ્ટ પ્રમુખ જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે. કે આપની પાસેના બિન ઉપયોગી મેડીકલ સાધનો જૂના તથા નવા આપવા તેમજ આ સેવા પ્રોજેકટને ઉદાર હાથે સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે.
આવા સાધનોના અનુદાનિત દાતાઓનાં નામ સાધનો પર આલેખવામા આવશે આ સાધનો આપવા આપ રૂબરૂ આવી ન શકો તે ટ્રસ્ટના કોઈ પણ કાર્યકર્તાઓ આપને ત્યાં રૂબરૂ આવીને લઈ જશે. આપની પાસે પડેલા સાધનો સંસ્થાને પરત કરવા તથા રીન્યુ કરાવવા સંસ્થા જાહેર અખબાર યાદી જણાવે છે સંસ્થાની મેડીકલ સાધનોની મહામુલી સેવાનો લભા જરૂરતમંદોને સરળતાથી આગળ ધપાવવા સમાજનો વધુને વધુ સાથ સહકાર મળે તે માટે ટ્રસ્ટના મેડીકલ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
બોલબાલા મેડીકલ સાધનો મેળવવા માટેના કેન્દ્રો બોલબાલા સેવા સંકુલ 3 મીલપરા મેઈનરોડ, કેનાલ રોડ નજીક, રાજકોટ, બોલબાલા મંદિર 9/18 લક્ષ્મીવાડી, રાજકોટ, સેવાશ્રમ મવડી બાપાસીતારામ ચોક, સોરઠીયા પરિવારની વાડીની બાજુમાં મવડી રોડ, રાજકોટ, ઉદાણી વિલા જંકશન 6 ગાયકવાડી, જંકશન પ્લોટ, રાજકોટ, સેવાલય ગોંડલ કોલેજ ચોક, ભગતસિંહજી ગાર્ડનની બાજુમાં ગોંડલ, સેવાશ્રય જૂનાગઢ ગોર્વધન પાર્ક, મીરાનગરની બાજુમાં નવી કલેકટર કચેરી નજીક, સરદાર બાગ, જૂનાગઢ, બોલબાલા જામનગર રણજીતનગર, બાલાનંદ સ્કુલની બાજુમાં જુના હુડકો ઘર જામનગર, બોલબાલા વાંકાનેર ગરાસીયા બોડીંગ વાંકાનેર હાઈવે વાંકાનેર આ ઉપરાંત રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્ર ગુજરાતમાં 4થી 5 બ્રાંચ ટુંક સમયમાં પ્રારંભ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વધુ વિગત માટે બોલબાલા મુખ્ય કાર્યાલયનો સંપર્ક 0281-2237000.