વીછીયા તાલુકાના મોટા હડમતીયા ગામે 12 વર્ષે પહેલા કરેલી ફરીયાદનેો ખાર રાખી પિતા-પુત્ર વેપારી ઉપર ચાર શખ્સોએ પાઇપ અને લાકડી વડે માર મારી પથ્થરના ઘા ઝીંકી દુકાનને નુકશાન કર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીછીયા નજીક મોટા હડમતીયા ગામે રહેતા નારણભાઇ અરજણભાઇ વાલાણી નામના યુવકે જયરાજભાઇ જગુભાઇ સોનારા, રવુભાઇ બહાદુરભાઇ ખાચર, કુલદીપ અનકભાઇ ખાચર અને હરસુરભાઇ રવુભાઇ ખાચર સહીત શખ્સોને માર માર્યાની ફરીયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જયરાજભાઇ અને તેના ભાઇ સાથે 1ર વર્ષ પહેલા અરજણભાઇ વાલાણીને માથાકુટ થયેલી જેની ફરીયાદ કરેલી જે ફરીયાદ અંગે સમાધાન માટે અવાર નવાર માથાકુટ કરતા હોય જેનો ખાર રાખી ઉપરોકત ચારેય શખ્સોએ અરવિંદભાઇ દુકાને હતા ત્યારે ધસી આવી પાઇપ અને લાકડી વડે માર માર્યાનું ખુલતા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકઢ કરવા તજવીજ હાથ ધરી છે.