જામનગર જિલ્લામાં કોરોના મહામારીના બિહામણા સ્વરૂપના પગલે ટપોટપ માનવીઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે ધ્રોલ સોનાપુરી (સ્મશાનમાં) અગ્નિદાહ માટેની પરેશાનીના નિવારણના પ્રયાસરૂપે ધ્રોલ શહેરની આંબા ભગતની જગ્યાના સેવાભાવી સ્વયંમ સેવકો દ્વારા લાકડા ફાડવા, છાણા ગોઠવવા વિગેરે સેવાઓ આપી રહેલ છે.
ધ્રોલમાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ધ્રોલ સ્મશાનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં છાણા લાકડાની જરૂરિયાત ઉભી થઇ રહેલ હોય તે વ્યવસ્થા નગરપાલિકા ધ્રોલ દ્વારા તથા અન્ય સેવાભાવી વ્યક્તિઓ તથા સંસ્થાઓ દ્વારા પુરી પાડ્યા બાદ તે લાકડા ફાડવા માટે આંબા ભગતની જગ્યાના સ્વયંમ સેવકો નિતીનભાઇ ભીમાણી, જીતુભાઇ છત્રોલા, મગનભાઇ બોડા, હસમુખભાઇ બોડા, રમેશભાઇ ઘેટીયા, પ્રભુલાલા નાગપરા, જેન્તીલાલ ગડારા, મોતીભાઇ ગડારા, અમરશીભાઇ ગડારા, કનુભાઇ જીવાણી, ભાવેશભાઇ દલસાણીયા, રમેશભાઇ કાલાવડીયા, દિલીપભાઇ પાડલીયા, કરશનભાઇ જીવાણી વિગેરે સ્વયંમ સેવકો દિવસ-રાત જોયા વગર પોતાની સેવા આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડી રહ્યાં છે.