સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ જયાં દાખલ
થાય છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સર્જનની ઘટને ધ્યાને લઈને ખાનગી પ્રેકટીસ કરતા ઈએનટી સર્જનોએ સિવિલમાં વિનામૂલ્યે સારવાર કરવાનો માનવતાવાદી નિર્ણય લીધો
કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસીસની સમસ્યાએ દર્દીઓને બાનમાં લીધા છે. આ બીમારીની સારવાર આપી જટીલ અને ખર્ચાળ હોય દર્દી શારીરીક અને આર્થિક બંને રીતે પડી ભાંગે છે. ત્યારે સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ જયાં દાખલ થાય છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈએનટી સર્જનોની ઘટને ધ્યાને લઈને ઈએનટી સોસાયટી ઓફ રાજકોટનાં તબીબોએ સિવીલમાં વિનામૂલ્યે સેવા આપવાનો નિર્ધાર કર્યો છે. આ એસો.માં 22 ઈએનટી સર્જન છે. જેમાંથી મ્યુકરમાઈકોસીસની સારવાર કરવા સક્ષમ એવા 6 ઈએનટી સર્જનો આ સેવામાં જોડાવાના છે. સાથે 6 સર્જનો પ્રેકટીસ માટે તેઓની સાથે રહેવાના છે.
સિવિલમાં સ્ટાફ સામે કેસ વધારે હોવાથી અમ પણ મદદરૂપ બનશું: ડો. દર્શન ભટ્ટ
ઇ.એન.ટી. સોસાયટી ઓફ રાજકોટના પ્રમુખ ડો. દર્શન ભટ્ટે જણાવ્યું કે હાલના તબકકે એક ગંભીર બિમારી એટલે મ્યુકરમાઇકોસિસ વિશે આપણે સાંભળી રહ્યા છીએ. આ બિમારી ફુગનો ચેપ છે. જે નાક વાટે અંદર પ્રસરે છે. આ ચેપ આગળ વધે તો મગજને ગંભીર રીતે અસર પહોચાડી શકે છે. છેલ્લા 100 વર્ષથી આ રોગ છે. પરંતુ વારંવાર જોવા મળતા નથી. કોવિડ બાદ દર્દીઓમાં આ ચેપ જોવા મળે છે. આ ચેપ રોગપ્રતિકારક શકિત ઓછી અથવા તો ડાયાબીટીસ દર્દીઓમાં જોવા મળે છે.
આ ઉપરાંત રાજકોટ જીલ્લામાં પ્રાઇવેટ ઇ.એન.ટી. સર્જન દ્વારા સીવીલ હોસ્ટિપલ ખાતે ફ્રી નિશુલ્ક સેવા આપવાનો નિર્ણય કરાયો છે. કારણ કે એકા એક જ ફુગના દર્દીમાં ઉછાળો આવ્યો છે. ત્યારે આવી જ સ્થીતી સીવીલની હોવી જોઇએ.
સિવિલમાં હાલમાં લગભગ 300 જેટલા દર્દીઓ મ્યુકરમાઇકોસિસના કારણે દાખલ છે. જેની સારવાર પણ અતિ ખર્ચાળ છે. જેની સર્જરી પણ જટીલ છે. ઓછામાં ઓછી બે થી અઢી કલાક હોય જ છે. જેથી વિચાર આવ્યો કે સિવીલમાં ગણતરીના જ ઇ.એન.ટી. સર્જન છે તેવો તમામ દર્દી સુધી નથી પહોચવાના જેથી અમે આ નિર્ણય કરી સીવીલમાં સેવા આપવાનું નકકી કર્યુ છે. જેમાં મારા સહિતના સીનીયર ડોકટર કલેકટરને મળ્યા અને ઓપરેશન થીયેટરમાં અમારો સેવા આપીશું તે અંગેની રજુઆતો કરી. ખાસ તો રોજીંદા દશથી બાર કેસ દાખલ થતા રહેશે. અને કોરોના નહિ ઘટે ત્યાં સુધી આ કેસ આવતા રહેશે. જેથી આગામી દોઢથી બે મહિના તૈયારી સાથે મ્યુકરમાઇકોસિસને મ્હાત આપવાની છે. સરકાર, તંત્રને જયાં પણ જરુર હશે ત્યાં સહભાગી થવા માટે ખંભે ખભા મિલાવીને કાર્ય કરવા અમે તત્પર છીએ.
30 વર્ષમાં મ્યુકરમાઇકોસિસના જેટલા કેસ નથી જોયા તેટલા છેલ્લા દોઢ મહિનામાં જોયા છે: ડો. ભરત કાકડીયા
30 વર્ષના અનુભવી ઇ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયાએ જણાવ્યું કે વૈશ્ર્વિક મહામારી કોરોનાને લડત આપી રહ્યા છીએ તથા પોસ્ટ કોરોના મ્યુકરમાઇકોસિસ આવ્યું, હાલમાં સીવીલમાં મ્યુકરમાઇકોસિસનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સીવીલમાં કેસો વધતા હાલ સર્જનની તંગી વર્તાણી છે ત્યારે અમારૂ ઇ.એન.ટી. એશો. છેલ્લા દોઢ મહિનાથી આ અંગે વિચારણા કરી રહ્યું હતું. હવે ખાસ કલેકટર સાથે વાતચીત બાદ અમે સિવીલમાં વિનામૂલ્યે સેવા આપીશું, ખાસ તો 30 વર્ષના કાર્યકાળમાં મે મ્યુકરમાઇકોસિસના દર્દી નથી જોગયા તેટલા હમણા દોઢ મહિનાથી જોયા છે. મ્યુકરમાઇકોસિસમાં
હજારો ગણો વધારો થયો છે. લોકોને એક અપીલ છે કે મ્યુકરમાઇકોસિસના લક્ષણો દેખાય તો તુરંત જ ડોકટરની સલાહ લઇ પુરતી સારવાર કરાવવી, દુ:ખ સાથે કહેવું પડે છે કે મ્યુકરમાઇકોસિસ ઝડપથી શહેરમાં ફેલાય છે. જેથી દરેક પોતાની પુરતી કાળજી રાખી તુરંત જ ડોકટરનો સંપર્ક કરે.
સૌ સાથે મળી મ્યુકરમાઇકોસિસને હરાવીશું: ડો.દિપેશ ભલાણી
ઇ.એન.ટી. સર્જન ડો. દિવ્યેશ ભલાણીએ જણાવ્યું કે, કોરોના મહામારી ચાલી રહીછે ત્યારે જે વ્યકિતને ડાયાબીટીશ હોય અને કોરોના થાય તેવા લોકોને કોરોના બાદ મ્યુકરમાઇકોસિસનું પ્રમાણ વધી જાય છે. હાલમાં મ્યુકરમાયકોસીસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. આવા સમયમાં ગરીબ અને જરૂરીયાત મંદ લોકો સિવીલમાં સારવાર લેવા માટે જાય છે. પરંતુ ત્યાં પણ માત્ર બે જ સર્જન હોવાથી તમામ લોકોને ન્યાય નથી મળતો આ બાબતે ઘ્યાને લઇ આમા ઇ.એન.ટી. એશોશિયેશન દ્વારા અંગે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજકોટ સિવીલ હોસ્પિટલમાં રાજકોટના ઇ.એન.ટી. સર્જન સેવા આપશે. આમ સૌ સાથે મળી મ્યુકરમાઇકોસિસ અને હરાવીશું.