વેક્સિન કામગીરી શરૂ કરવાની ખાતરી અપાતા પારણા કર્યા

ગોંડલ શહેર બાદ બેકાબુ કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભરડો લીધો છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામની ગુલબાંગો વચ્ચે તાલુકાનાં અનિડા ગામે લોકોને વેક્સીન આપવાં અંગે આરોગ્ય તંત્ર પાંગળુ સાબીત થતાં ગિન્નાઇ ઉઠેલાં સરપંચ સામતભાઇ બાંભવાએ તાકીદની રજુઆતો કરવાં છતાં રસીકરણ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થતાં સરપંચ સામતભાઇ બાંભવા દ્વારા ઉપવાસ આંદોલન શરું કરાતાં નમાલું તંત્ર દોડતું થયું હતું અને તાલુકા વિકાસ અધિકારી અનિડા દોડી જઇ બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલ સાથે વાતચીત કરતાં બપોર બાદ વેકસીન શરું કરાશે તેવી ખાત્રી અપાતાં સરપંચ દ્વારા સંતોષ વ્યક્ત કરાતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પારણાં કરાયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.