પ્રોજેક્ટ ‘લાઇફ’ અંતર્ગત રાજીવ કુમાર મિશ્રા દ્વારા આપવામાં આવેલો અપનાવવા જેવો પ્રયોગ
યોગમાં શરીર શુદ્વિકરણ વિશે વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે. બીમારીનું એક કારણ શરીરમાં રહેલા વિષાક્ત તત્વો હોય શકે છે તે માટે શરીરની અંત:શુદ્વિ ખૂબ જ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ બાહ્યરૂપથી શરીરને સ્વચ્છ રાખતા હોય છે પણ શરીરનું અંત:શુદ્વિ કરતા હોતા નથી. યોગશાસ્ત્રમાં ષટક્રિયાનો વર્ણન છે. યોગશાસ્ત્રમાં પ્રમાણિત અનેકો ક્રિયા છે
જેથી શરીરની અંત:શુદ્વિકરણ કરી શકાય છે. ઘેરંડ સંહિતા, હઠયોગ પ્રદીપિકા અને ષટકર્મસંગ્રહમાં ધૌતી, વસ્તી, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલભાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્થૂળતા કફને દૂર કરવા માટે શોધનક્રિયાથી આશ્ર્ચર્યજનક લાભ મળે છે. વમન (ગજકરણી અથવા કુંજલ) ધૌતીનો એક પ્રકાર છે. આ ક્રિયા કરવાથી ઉધરસ, શ્ર્વાસની તકલીફો (દમ) અને કફ સંબંધી રોગ દૂર થાય છે. આ સાથે ફેક્સાના સંક્રમણથી બચી શકાય છે. યોગ શાસ્ત્રમાં વર્ણિત છે.
હે….વમન (ગજકરણી અથવા કુંજલ) કેવી રીતે કરી શકાય
સવારે ખાલી પેટ આ ક્રિયા કરવી જોઇએ. ઉત્કટાસનમાં બેસી હલકું ગરમ પાણી (નવસૈકું) સામાન્યથી વધારે માત્રામાં એટલે 2 થી 3 લીટર સુધી એક સાથે પીવું. ઉભા થઇને આગળ કમરથી નમીને મોઢામાં તર્જની અને મધ્યમાં આંગળી અંદર સુધી લઇ જઇને જીભને નીચે બાજુ દબાણ કરવું જેથી પાણી મુખદ્વારથી બહાર નીકળી જશે. એક હાથ પેટ ઉપર રાખી શકાય છે. ત્રણથી ચાર વખત આ ક્રિયા કરવાથી બધુ પાણી નીકળી જશે.
જલનેતિ કેવી રીતે કરી શકાય
જલનેતિ નાકની અંદરના ભાગને સ્વચ્છ અને શુદ્વિ કરે છે. જલનેતિ માટે વિશેષ પોટ આવે છે જેનાથી આ ક્રિયા આસાનીથી કરી શકાય છે. જલનેતિ પોટમાં નવસેકેલું પાણી લઇ એક નાસિકા છીદ્રમાં નાખી બીજી નાસિકા છીદ્રથી પાણી નીકળે તે બાજુ માથું નમાવીને ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા એક નાસિકાથી પૂર્ણ કરી બીજી બાજુ માથું નમાવીને બીજા નાસિકાથી કરવામાં આવે છે. આ ક્રિયા કરતી વખતે મુંહથી શ્ર્વાસ લેવો અને છોડવો જોઇએ. આ ક્રિયા કરવાથી નાસિકા છીદ્રમાં કોઇપણ જીવાણુંથી બચી શકાય છે.