કાળા અને સફેદ રંગ સાથે નાના પગ અને હાથની જગ્યાએ ફિલપર્સ હોય છે. તે પાણીમાં ખુબ જ ઝડપથી ઉંડે સુધી તરી શકે છે. જમીન પર તેની સીધી લીટીની ચાલ ખુબસુરત હોય છે. તે પાણીમાં ર0 મીનીટ સુધી શ્ર્વાસ રોકી શકે છે વિશ્ર્વમાં રંગબેરંગી અવનવા પક્ષીઓ જોવા મળે છે. અલગ અલગ દેશોમાં ત્યાંના વાતાવરણ, પર્યાવરણ પક્ષીઓની વસવાટ કરે છે. આપણે હમેંશા આકાશમાં ઉડતા હોય કે જમીન પર દાણા ચણતા હોય તેનેજ પક્ષી કહીએ છીએ તો કેટલાક પાણીમાં તરતા પક્ષી પણ જોયા હશે, પક્ષીઓ આંગણાના, વગડાના, જંગલમાં રહેનારા હોય છે. દુનિયામાં એક પક્ષી એવું છે ઉડી શકતું નથી, પણ એ એક શ્રેષ્ઠ પાણીમાં તરનાર તરવૈયો કે દરિયામાં ઉંડે સુધી જનાર ગોતાખોર છે. જેનું નામ પેંગ્નિ છે. આ પક્ષીની વિશિષ્ટતા એ છે કે તે પાણી બહાર-અંદર તરી શકે એમ બન્ને રીતે જીવે છે. પેંગ્વિન હમેંશા વિશાળ ટોળામાં રહેનાર પક્ષી છે.
પેંગ્વિનની દુનિયા રોચકને મસ્ત હોય છે. બરફ આચ્છાદિત દરિયા કાંઠાના અતિશય ઠંડા વાતાવરણમાં લાખોના ટોળામાં પેંગ્વિન રહેતા હોય છે. તેમની સૌથી મહત્વની વાત એ છે કે તે પાણીની અંદર પોતાનો શ્ર્વાસ ર0 મીનીટ સુધી રોકી રાખવાની ક્ષમતા ધરાવે છે. વિશ્ર્વમાં આવુ બીજાું કોઇ ભાગ્યે જ જોવા મળે છે. અલગ અલગ પ્રજાતિના પેંગ્વિનમાં કદ વજન અને ઉંચાઇમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. સામાન્ય રીતે 110 થી 1ર0 સે.મી. ઉંચાઇ અને પ0 કિલોનું અંદાજે વજન હોય છે, પણ અમુક નાની પ્રજાતિમાં ઉંચાઇ 30 થી 40 સે.મી. અને વજન 13 કિલો જેવું જોવા મળે છે. ઠંડા પ્રદેશમાં રહેનાર પશુ-પક્ષીના કદ મોટા હોય કારણકે આને કારણે તેને ગરમીમાં રક્ષણ મળે છે. અન્ય પક્ષીની જેમ પેંગ્વિનની શરીર રચના સંપૂર્ણપણે અલગ પડે છે. તેમની બોડી-આકાર પાણીમાં તરવાને લાયક બનાવ્યું છે. તેના નાના પગ તથા હાથની રચના તેને પાણીમાં સરળતા વધારે છે. પાણીની અંદરથી જ છલાંગ લગાવીને તે જમીન પર આવી જવાની ક્ષમતા ધરાવે છે, આગળ સફેદને પાછળ કાળો રંગ તેની સુંદરતામાં વધારો કરે છે. પેંગ્વિનની પાણીમાં તરવાની સ્ટાઇલ હવામાં ફલાઇટથી થોડી અલગ પડે છે. તે જમીન પર સુંઇને ઢસડાઇને ચાલવામાં માહિર છે. જરૂર જણાયે તબફમા ઉપરથી નીચે તે આજ રીતે હારબંધ નીચે આવતા જોવા મળે છે.
સતત ઠંડા પ્રદેશમાં રહેવાનું હોવાથી કુદરતે ર થી 3 સે.મી. ચરબીનું સ્તર તેની ઉ 5ર પાણી પ્રવાહના ત્રણ સ્તરો અને એકબીજાથી નજીક ટુંકા પિંછા સમગ્ર શરીરને વાતાવરણ અનુરુપ ઢાળે છે. બે પગ વચ્ચે ઇંડાને દબાવીને તેને સેવવાની પ્રક્રિયા વખતે આજુબાજુના હુમલાથી નાના બચ્ચાને બચાવવા માટે તેના પંખા જેવા હાથ અને તીક્ષ્ણ ચાંચ ખુબ જ મદદ કરે છે. પીંછાના સ્તરોમાં હવા પણ પાણીમાં હોય ત્યારે ગરમીથી થતાં નુકશાનથી તેને બચાવે છે. તેમની આંખોની રચના સંપૂર્ણપણે પાણી હેઠળ સ્વિમિંગને અનુકુળ છે. અન્ય પક્ષીની જેમ તેના કાન સ્પષ્ટ બાહ્ય માળખુ નથી પણ પાણીમાં હોય ત્યારે ખાસ પિંછા દ્વારા તેના આંતરીક કાન બંધ કરી દે છે, એને કારણે પાણીના દબાણથી તેના કાનને નુકશાન ન થાય, તેમની પાણીમાં ઝડપ વધારે હોય છે પણ જમીન ઉપર તે કલાકે પાંચ કી.મી. માંડ ચાલે છે.
પેંગ્વિન દક્ષિણ ગોળાર્ધમાં વધુ જોવા મળે છે. અમુક પ્રજાતિ ભુમઘ્ય રેખાની ઉત્તરમાં જોવા મળે છે. પાણીના જીવન માટે અનુકુળ આ પક્ષી ખુબ જ સારા તરવૈયા હોય છે. તે ખોરાકમાં માછલી અને સમુદ્રી જીવો ખાય છે. ખોરાક માટે પાણીની નીચે જઇને તેને પાડે છે. પેંગ્વિનનું અડધું જીવન પાણીમાં અને અડધું જીવન જમીન ઉપર વ્યતિત થાય છે. સૌ પ્રથમ તેના પૂર્વેજો 1831માં અત્યારના પેંગ્વિન જીવા જોવા મળેલા બાદમાં 1891માં વિધાવત તેનો પક્ષીશાસ્ત્રીઓ નોંધ લઇને સંપૂર્ણ દિનચર્યાની નોંધ કરી હતી.
હાલ વિશ્ર્વમાં એપ્ટેનોડાયટસ, યુડેપ્ટસ, પૂડીપ્ટુલા, મેગાડીપ્ટેસ, પ્યોગોસેલિસ અને સ્ફેનિસ્કસ જેવી પ્રજાતિ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્ર્વભરમાં એક જ પીળા કલરનું પેંગ્વિન જોવા મળેલ હતું. તેનો વિડીયો ખુબજ વાયરલ થયેલો, મોટા પેંગ્વિન ઠંડા પ્રદેશોમાં વધુ જોવા મળે છે. અંટાર્કટિકાના અમુક ક્ષેત્રો પણ જોવા મળે છે. 16મી સદીમાં પ્રથમવાર પેંગ્વિન શબ્દ ઉચ્ચારણ થયેલું, પેંગ્વિનના પૂર્વજોની એક નસલ તો 19મી સદીના મઘ્યમાં લુપ્ત થઇ ગઇ હતી. હાલ વિશ્ર્વમાં જીવિત ઘણી પ્રજાતિઓ પણ લુપ્ત થવાના આરે છે.
હાલની 17 થી ર પ્રજાતિ પૈકી 1962, 2004 અને 2006માં તેની ગણના બીજી અન્ય વાતો પક્ષીશાસ્ત્રીઓએ અપડેટ કરી હતી. પાણીમાં શિકારી બચવા કલાકે 36 કી.મી. ની સ્પીડે ભાગે છે. તે ભોજનની શોધમાં પાણી અંદર 1800 ફુટ નીચે સુધી જાય છે, બરફ પર તે પોતે ખુબ હલે છે અને ઘંટી જેવા અવાજ કરે છે આને ટોબોગનિંગ કહેવાય છે આ તે ઉર્જા મેળવવા માટે કરે છે. તે ઝડપથી દોડવાની ટ્રાયમાં બન્ને પગ એક સાથે રાખીને કુદે છે. જાુદા જાુદા સમુહોમા રહેતા એકબીજાને શોધીને સમુહમાં પરિવાર સાથે રહે છે. અંટાર્કટીકાની ઠંડીથી બચવા માદા ભોજન માટે દરીયામાં માછલી પકડવા જાય છે જયારે નર પોતે આ વાતાવરણનો મુકાબલો ઉભા ઉભા જ કરી લે છે. તે ખારૂ પાણી પી શકે છે કારણ કે તેની સુપ્રાબિટલ ગ્રંથિ રકત પ્રવાહમાંથી નમકને છુટુ પાડી દે છે અમુક કાળી પાંખને બદલે ભૂરી પાંખ વાળા બચ્ચા જન્મે છે. અંગોલા, અંટાકંટિકા, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, ચિલી, નામીબિયા, ન્યુઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પેંગ્વિન વધુ જોવા મળે છે. ફ્રાંસના અમુક વિસ્તારમાં પહેલા ર0 લાખ પેંગ્વિન હતા જે આજે બે લાખ જ બચ્યા છે. પ્રજનનની મૌસમમાં તે એક જોડ બનાવીને માદા બે ઇંડા આપે છે. જયારે શિકારી બચ્ચા લેવા આવે ત્યારે બધી માદા પેંગ્વિન ભેગી થઇને સમુહ બનાવે જેને ક્રેચ કહેવાય છે.
પેંગ્વિનને મનુષ્યથી વિશેષ ડર લાગતો નથી. ગરમીની સિઝનમાં માણસના ટોળા પાસે કે નજીક પણ આવી જાય છે. તે ખુબ જ શાંત પ્રકૃતિવાળુ અને ઇમાનદાર પક્ષી છે. પેંગ્વિનને ઘણા પુસ્તકો અને ટીવી ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. જાણીતા કાર્ટુનિષ્ટ સ્ટીવ બેલ તેના કાર્ટુનમાં નિયમિત રીતે પેંગ્વિનને ચિત્રિત કરતા હતા. 2000ના દશકામાં જાનવરોની બધાથી વધુ પ્રસારિત પ્રજાતિમાં પેંગ્વિનનું નામ હતું. મોટાભાગની પેંગ્વિન પ્રજાતિઓ અંટાકંટિકા મહાદ્વિપની આજુબાજુ વસવાટ કરે છે.