અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામમાં એસ.ટી. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેથી મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે.સાવરકુંડલા એસટી ડેપો પર નુ પાણી નુ પરબ બિસ્માર હાલત માં એસટી બસ સ્ટોપ પર નુ બોર્ડ પણ જર્જરિત છતા એસટી તંત્ર અજાણ… અમરેલી એસ ટી તંત્ર અને રાજકીય આગેવાનો માત્ર બસ સ્ટોપ બનાવી સંતોષ માની રહ્યાં છે પરંતું મુસાફરો ને ભારે હાલાકી વેઠવી પડે છે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સાવરકુંડલા બસ સ્ટોપ ની હાલત અતી બિસ્માર હાલતમાં જોવા મળી ….કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સાવરકુંડલા એસટી ડેપોમાં કૂતરાઓના ત્રાસ થી મુસાફરો પરેશાન સાવરકુંડલા એસટી ડેપો પર એક સાથે કુતરાઓ ની ફોજ કેમેરામાં કેદ થઇ . એસટી ડેપોના પ્લેટફોર્મ પર પ્રાઇવેટ ગાડી પાર્કિંગ હોવાના દ્રશ્યો નજરે ચડ્યા હતા.
એસટી બસ સ્ટોપ પરના તમામ પંખાઓ બંધ હાલતમાં અને અડધા નીકળી ગયા હોવાની હાલત મા નજરે ચડ્યા જ્યારે બસ સ્ટોપ નું દિં પણ બંધ હાલતમાં ભભદિં કેમેરા પણ બંધ હાલતમાં અને ફાયર સેફ્ટી નો પણ અભાવ જોવા મળ્યો બસ સ્ટોપ પર મુસાફરો ને બેસવા માટે લગાડવામાં આવેલ બાકડા ની પણ હાલત હીંચકા જેવી થઈ ગઈ છે અને ગંદકી નું પણ સામ્રાજય ભયંકર હાલત માં જોવા મળી રહ્યું છે નવા ડેપો ની દીવાલો પર જાળા ગંભીર પદાર્થો અને પાન માવા ની પિચકારીઓ જાણે ગંદકી નું સામ્રાજય થી ભયંકર દુર્ગંધ ફેલાઈ છે જો આ કારણે કોઈ બિમારી ફેલાશે અથવા કોઈ કોરોના રિપોટ પોઝીટીવ આવશે તો કોણ જવાબદાર ગણાશે અને કોની સામે પગલાં ભરાશે તેવુ એસટી બસ ના મુસાફરો આક્રોશ પૂર્વક જણાવી રહ્યા છે સાવરકુંડલા ડેપોમાં માત્ર ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ થતા સમગ્ર ડેપોની મીડ્યાં દ્વારા સ્થળ તપાસ કરતાં તમામ સબુતો કેમેરામાં કેદ થયાં હતા …