નાના મવા રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાસેના શિવમ પાર્કના વિપ્ર પરિવારે કરેલા સામુહિક આપઘાત અંગે બ્રહ્મસમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆત બાદ એડવોકેટ અને બ્રોકર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગે નોંધાયેલા ગુનાની ઉંડાણ પૂર્વક તપાસ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એઆઇટીની રચાના કરી સમગ્ર તપાસ ડીસીપી ઝોન-2ના માર્ગ દર્શન હેઠળ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.

શિવમ પાર્કના કર્મકાંડી બ્રાહ્મણ કમલેશ રામકૃષ્ણભાઇ લાબડીયા નામના વિપ્ર યુવાને પોતાના પુત્ર અંકિત અને પુત્રી કૃપાલીને કોરોનાની દવા હોવાનું કહી કાતિલ ઝેર પીવડાવી પોતે પણ ગટગટાવી લેતા ત્રણેયના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.

વિપ્ર પરિવારે કરેલા સામુહિક આપઘાત અંગે સમગ્ર બ્રહ્મસમાજમા ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આપઘાત પૂર્વે કમલેશભાઇ લાબડીયાએ લખેલી સ્યુસાઇડ નોટના આધારે એડવોકેટ વોરા અને બ્રોકર દિલીપ કોરાટ સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધાયો હતો. કમલેશભાઇ લાબડીયાએ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન માટે મકાન વેચાણ કર્યુ ત્યારે એડવોકટ વોરા અને બ્રોકર દિલીપ કોરાટે એકાદ કરોડનું ચીટીંગ કર્યાના કરેલા આક્ષેપના પગલે પોલીસે તાલુકા પોલીસે બ્રોકર દિલીપ કોરાટની ધરપકડ કરી એડવોકેટ વોરાની શોધખોળ હાથધરી છે.

સમગ્ર બનાવની તટસ્થ અને ન્યાયીક તપાસ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એસઆઇટીની રચના કરી એસઆઇટીના અધ્યક્ષ તરીકે ડીસીપી ઝોન-2ના માર્ગ દર્શન હેઠળ દક્ષિણ ઝોન એસીપી જે.એસ.ગેડમ, એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.