માનવતા અને માનવ સુશ્રેવાની માવજતના કાર્યને ફોર્ટીસ નાઈટેંગલે નર્સિંગને વ્યવસાયનું રૂપ અપાવ્યું, મધર ટેરેસાએ માનવ સેવાને પ્રભુ સેવા ગણાવી પણ સૌરાષ્ટ્રની પરબની જગ્યામાં સત દેવીદાસ અમર દેવીદાસે સદીઓ પહેલા ત્યાગ, સેવા સમર્પણના મુદ્રાલેખ જેવી માનવ સેવાની આહલેખ જગાવી માનવની સેવાને માનવધર્મનું રૂપ આપ્યું હતું

12 માર્ચનો દિવસ વિશ્ર્વભરમાં ‘નર્સિંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ફોર્ટીસ નાઈટેંગલે માનવ સેવાના આ કાર્યને વ્યવસાયીક ધોરણે નર્સિંગનું રૂપ અપાવ્યું. આ અગાઉ મધર ટેરેસાએ માનવ સુશ્રેવાનો ધર્મ સમજાવ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્ર અને આપણી પરંપરાગત વિરાસતને દાયકાઓ નહીં પરંતુ સદીઓ પહેલા કુષ્ટરોગીઓને સમાજમાં ક્યાંય સ્થાન નહોતુ અને ગામ બહાર ભુખ-તરસમાં રીબાવી-રીબાવીને મારી નાખવાનો યુગ હતો ત્યારે પરબમાં સત્ દેવીદાસ અને અમર માં એ કુષ્ટરોગીઓને અપનાવી જગતને માનવતા અને નર્સિંગની જે દિક્ષા આપી હતી તે આજે પણ અમર છે.

નર્સિંગનો વ્યવસાય માનવ સેવાનો પર્યાય છે. અત્યારે આરોગ્ય અંગેની જાળવણી અને બુજુર્ગો, વાલીઓની સુશ્રેવા નર્સિંગનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. નર્સિંગ એક એવી સેવા છે કે જે બાળકથી લઈ જૈફ વયની વ્યક્તિ માટે આવશ્યક છે. નર્સિંગ દિવસની ઉજવણી કરવાથી માનવ સેવાનો મર્મ નહીં સમજાય. હવે એ દિવસો આવી ગયા છે કે દરેક વ્યક્તિને નર્સિંગની તાલીમ લઈને પારિવારીક અને સમાજ સેવા માટે પ્રતિભા વિકસાવવી જોઈએ. માનવ સેવા પ્રભુ સેવા છે. નર્સિંગ એક એવો કાર્ય યજ્ઞ છે કે, જે વ્યવસાયથી પર માનવતાના તાંતણે બંધાયો છે. અત્યારે નર્સિંગ સ્ટાફની વધુમાં વધુ  જરૂર ઉભી થઈ છે. નર્સિંગ કોલેજોની ક્ષમતા કરતા વધુ નર્સની જરૂર છે. નર્સિંગ કોલેજોની સંખ્યા વધારવાની સાથે સાથે નર્સિંગ કોર્ષ કરનારાઓને આ કોર્ષ અને વ્યવસાયને વ્યવસાય નહીં પણ કર્મ યજ્ઞ તરીકે જોવાનો દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે.

દરેક વ્યક્તિને સમાજ સેવા પોતાના પરિવારની, વડીલો, વૃદ્ધો, માતા-પિતાથી લઈને સગપણના અને માનવતાના જતન માટે નર્સિંગની તાલીમ લેવી જોઈએ. નર્સિંગ અત્યારના યુગમાં સમાજ માટે પ્રાણવાયુ જેવું વ્યવસાય નહીં કર્મ બની રહ્યો છે. કોરોના અને અગાઉ આવેલી મહામારીઓમાં નિષ્ણાંત તબીબો, દવાઓ, આધુનિક સારવારની વ્યવસ્થાઓ વચ્ચે સૌથી વધુ ઉપયોગી અને મહામારીમાંથી માનવ સમાજને ઉગારવા માટે નર્સિંગની ભુમિકા મહત્વની સાબીત થઈ હતી. નર્સિંગની કૌશલ્ય સમાજને માંદગી, પિડા, નિ:સહાય વૃતિ, પરવસતા જેવા માનવ સામેના પડકારોને સેવા થકી ઓગાળી નાખવામાં નીમીત બને છે. અત્યારની સ્થિતિમાં નર્સિંગની તાલીમ દરેક માટે આવશ્યક બની છે. દરેકમાં સુશ્રેવાનું કૌશલ્ય હોવું જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.