રાજકોટ: કોવીડ 19 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટર દ્વારા 5 લાખ ગ્રાંટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શાસક પક્ષ ભાજપના 68 કોર્પોરેટર દ્વારા 3.40 કરોડની ગ્રાટ ફાળવવામાં આવી છે.

મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સયુંકત યાદીમાં જણાવ્યું હતું કે,હાલમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસો ખુબ જ વધવા પામી છે. આ કોરોનાની મહામારીમાં શાસક પક્ષના કોર્પોરેટરઓએ મદદરૂપ થવાના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના નિર્ણયને પગલે રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપ કોર્પોરેટર ઓને સને ૨૦૨૧-૨૨માં વિકાસ કામો માટે મળવાપાત્ર ગ્રાન્ટમાંથી 5 લાખ કોવીડ અંતર્ગત ફાળવવાનો નિર્ણય કરે છે.

શાસક પક્ષના 68 કોર્પોરેટરની ૫ લાખ ગ્રાંટ મુજબ 6.40 કરોડ ફાળવવામાં આવશે. કોર્પોરેટરની આ ગ્રાંટમાંથી કોર્પોરેશનની એબ્યુલન્સમાં ઓક્સિજન કીટ ઇન્સ્ટોલમેન્ટ કરવું તેમજ આરોગ્ય કેન્દ્રમાં જુદા જુદા ટેસ્ટ જેમ કે, ડી-ડાઈમર, સી.આર.પી., સેલ કાઉન્ટ, એલ.ડી.એફ, ફેરીટીન, વિગેરે ટેસ્ટિંગ માટેના મશીન મુકવા ઉપરાંત કોરીડ રિલેટેડ દવા ખરીદવા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.