જામનગરમાં મહાનગર પાલિકાના ફાયર સ્ટેશને ચીફ ફાયર ઓફીસરના માર્ગદર્શન હેઠળ શહેરની કોવિડ અને નોનકોવિડ હોસ્પિટલના તબીબો, નર્સ, સિકયોરીટી, સફાઇ કામદાર સહિત 144 કર્મચારીઓને હોસ્પિટલોમાં આગના બનાવ સમયે ફાયર એક્સ્ટીગ્યુશર, ફાયર હાઇડ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે હોસ્પિટલોના વોર્ડમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય રહે તે માટે આઇસીયુ અને જનરલ વોર્ડમાં શકય હોય ત્યાં સુધી વધારે બારીઓ ખુલ્લી રાખવા, હોસ્પિટલોમાં પડદા, બેડશીટ, વિગેરે ફાયર રીટાર્ન્ડટ મટીરીયલ વાપરવા સૂચના આપી હતી. ખાસ કરીને હોસ્પિટલોમાં આઇસીયુ વોર્ડમાં કોઇપણ જગ્યાએ સેનેટાઇઝરનો સંગ્રહ ન કરવા અને જાહેરમાં વોર્ડની બહાર રાખવા તાકીદ કરી હતી. હોસ્પિટલોમાં ઇમરજન્સી સમયમાં દરેક વોર્ડમાં બેટરી સંચાલિત લાઇટોની વ્યવસ્થા રાખવા, દરેક વોર્ડમાં એક્ઝીટ રૂટ માર્કર, સેફટીને સંબધિત ઓટો-ગ્લો સાઇન બોર્ડ લગાવવા સહિતની સૂચના અપાઇ હતી.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….