કોરોનાની સારવાર માટે માં અમૃતમ-આયુષ્યમાન ભારત જેવી સરકારી યોજનાઓના લાભ મળતા નથી, કોંગી નગરસેવક મકબુલ દાઉદાણીએ કમિશ્નરને લેખીત પત્ર પાઠવી રજૂઆત કરી છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલુ છે તેમજ સોગંદનામું હાઇકોર્ટમાં રજુ કરવામાં આવ્યું છે કે માં અમૃતમ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળનાં કાર્ડ ધરાવતા લોકોને રાજકોટની કોઇપણ હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવતી નથી તેવી ફરિયાદો છે.
રાજકોટની જનતાને હાલાકી ભોગવવી પડે છે. જેથી ગરીબ વર્ગીય, મધ્યમવર્ગીય દર્દી નારાયણને સરકારની અને કોર્પોરેશનની ગેર સમજને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે તો વહેલી તકે આપના તાબા હેઠળના વિસ્તારમાં સત્વરે ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને લાભ મળે તેવી જાહેર આરોગ્યના હિતમાં અમો વિનંતી કરવામાં આવી છે.