ઉપલેટા શહેર અને તાલુકામાં એન્ટિજન ટેસ્ટ બહુ જ ઓછા થવાને કારણે સમગ્ર વિસ્તારમાં વધુ સંક્રમણ થઇ રહ્યો છે ત્યારે બંને ટેસ્ટ કરી તેનો રિપોર્ટ 12 કલાકમાં આપવા પૂર્વ નગરપતી ચંદ્રવાડિયાએ માંગ ઉઠાવી છે.
પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડિયાએ જણાવેલ કે છેલ્લા 20 દિવસથી સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા એન્ટિજન ટેસ્ટ માટે ભાગે કરવાની ના પાડે છે. તેનો કીટ નથી તેવો જવાબ આપી દે છે. ધન્વંતરી રથમાં પણ લોંલમ લોલ ચાલી રહ્યું છે. કાંઇ સામાન્ય યુવાન ધન્વંતરી રથ પાસે એન્ટિજન ટેસ્ટ કરવા જાય તો કહે છે કે અમે માત્ર સીનીયર સીટીઝનના કરીએ છીએ પણ હકીકતમાં જો તેના રજીસ્ટરમાં ચેક કરવામાં આવે તો 15 વર્ષમાં બાળકના પણ ટેસ્ટ કરેલા હોય છે અને લાગતા વળગતા લોકોના ટેસ્ટ ગમે ત્યારે કાંઇપણ રોકટોક વગર કરી આપવામાં આવે છે આમ સાચા યુવાનના ટેસ્ટના અભાવે ખરેખર સંક્રમિત માણસોના ટેસ્ટ ન થવાને કારણે સંક્રમણ વધે છે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ ચાર-ચાર દિવસે આપવામાં આવે છે રિપોર્ટ આવી ગયા પછી પણ કાંઇપણ જાનની જાતની જાણ કરવામાં આવતી નથી જ્યારે લોકો મતે પુછવા જાય ત્યારે પોતાના રિપોર્ટની ખબર પડે છે. આરટીપીસીઆર રિપોર્ટ ત્રણ કે ચાર દિવસે મળવાથી સંક્રમિત વ્યક્તિ છુટથી ફરવાને કારણે સંક્રમણ વધે છે. આથી આરટીપીસીઆરનો રિપોર્ટ 12 કલાકમાં આપી લોકોને મોબાઇલ ઉપર જાણ કરી દેવી જોઇએ તેવી માંગ પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડિયાએ ઉઠાવી છે.