ગોંડલ વડપીર બાબા ની દરગાહ સામે પાન ની દુકાનમાં નોકરી કરતો પ્રકાશ લાલજીભાઇ સિંધવ ને સુખનાથનગર માં રહેતા અને પોલીસ ના ખાખી ડ્રેશ સીવતા યુવકો અને તેમના એક યુવકની પત્નીએ પાન ની દુકાને આવીને ઝગડો કરી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાં ની ગોંડલ સિટી પોલીસે ફરિયાદ રજીસ્ટર એ ન લેતા એસ.પી ને લેખિત રજુઆત કરવામાં આવી છે.
એસ.પી ને રજુઆત માં જણાવ્યું છે કે ગત તારીખ 25 /3/21 ના રોજ રાત્રે 10 વાગ્યા ની આસપાસ બે મોટર સાઇકલ માં સુખનાથનગર માં રહેતા મેહુલ તથા તેનો ભાઈ મિતેષ ભરતભાઇ હિંગુ ઉર્ફે ગોપાલ અને કાનો અને ગોપાલ ની પત્ની નીતા બેન પાન ની દુકાને આવીને માર મારવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે દરમિયાન લોકોનુ ટોળુ ભેગુ થઈ જતા પોલીસ ફરિયાદ ની બીકે ગોપાલે પોતાના જાણીતા પોલીસ જવાનને ફોન કરી બોલાવી લીધેલ ત્યારે સ્થળ પર આવેલ પોલીસે મને સવારે પોલીસ સ્ટેશનમાં આવી જવાનું કહેલ સવારે હું પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે ગોપાલ અને પોલીસે મળી ને ગોપાલ ના પત્ની પાસે મારા વિરુદ્ધ ખોટી અરજી કરાવી લીધી હતી અને તે બાબતે મારી કાંઈ પણ વાત સાંભળ્યા વગર પોલીસે ગોપાલ ને બોલાવી ને તેના કહેવા મુજબ મને માર મારેલ હતો તેમજ મારા ઉપર 151 મુજબ ખોટી રીતે ગુન્હો દાખલ કરી મારી પાસેથી રોકડાં રૂપિયા 1500 લીધા હતા ઉલટા ચોર કોટવાલ કો દાટે તેવો ઘાટ થયો હતો પોલીસે મારી એકપણ વાત સાંભળ્યા વગર કાર્યવાહી કરેલ હતી જે બાબતે ગત તારીખ 31/3/2021 નાં રોજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવા છતાં મારી ફરિયાદ મુજબ તેમના વિરુદ્ધ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા એસ.પી ને ફરિયાદ રજીસ્ટરે લેવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.