ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બબીતા જી એટલે કે મુનમુન દત્તાની મુશ્કેલીઓ વધી છે. દેશભરના લોકો મુનમુન દત્તાની ધરપકડની માંગ કરી રહ્યા છે. આટલું જ નહીં, #ArestrestMunmunDutta, ટ્વિટર પર હાલ ટ્રેન્ડ કરી રહ્યું છે. આમાં મુનમુન ઉપર જ્ઞાતિ પર ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ખરેખર, આ સમગ્ર વિવાદ મુનમુન દત્તાના એક વીડિયોથી શરૂ થયો હતો. આમાં તે એક ખાસ જ્ઞાતિ વીશે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરે છે.
મુનમુન દત્તએ એક વિડિઓ પોસ્ટ કર્યો હતો, જેમાં તે યુટુયબના એક પ્રોગ્રામમાં જવા માટે તૈયાર થઈ હતી. આ બાબતે તેને કહ્યું હતું કે, મેકઅપ, લિપસ્ટિક કરી હું સારી દેખાવા માંગુ છુ, એટલા માટે આ કર્યું છે જેથી કરી હું ભંગી જેવી ના દેખાવ. તેનો આ વિડિઓ પછી સોશ્યિલ મીડિયામાં ખુબ વાયરલ થયો, લોકોએ તેનો વિરોધ કર્યો.
— Munmun Dutta (@moonstar4u) May 10, 2021
મુનમુનના વિડિઓના વિરોધ બાદ તેને તેની ભૂલ વિશે ખબર પડી એટલે તેને એક પોસ્ટ મૂકી અને કહ્યું, ‘મારી ભાષાના અવરોધને કારણે, મને શબ્દનો અર્થ ખબરના હોવાથી આ ભૂલ થઈ છે. મને તે શબ્દનો સાચો અર્થ ખબર પડતા તરત જ આ ભાગને દૂર કરી દીધો. હું દરેક જાતિ, અથવા જાતિના દરેક વ્યક્તિ માટે આદર કરું છું અને આપણા સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના પ્રચંડ યોગદાનને સ્વીકારું છું.’