રાજકોટ મહાનગરપાલિકાના પુ.રણછોડદાસ બાપુ કોમ્યુનિટી હોલ ખાતે બેકબોન સંચાલિત વૈદેહી ન્યુરોસાયન્સીસ એસોશિએટ્સ ‘વૈદેહી’ કોવીડ-19 હોસ્પિટલ આજથી ઓક્સિજનની સુવિધા સાથે કરાય છે. આગામી દિવસોમાં વેન્ટીલેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, બેકબોન સંચાલિત ડોક્ટરોની ટીમ દ્વારા હાલની ઘાતક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કોરોના દર્દીઓને અદ્યતન સારવાર મળે તે ભાવના સાથે કોવીડ હોસ્પિટલ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જેનાં અનુસંધાને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અંગત રસ લઇ આ અંગે તુરંત નિર્ણય થાય તેવા પ્રયત્નો શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત સંસ્થા સાથે 20 એપ્રિલે મહાપાલિકા સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યુ હતું.
બેકબોન સંચાલિત વૈદેહી કોવીડ-19 હોસ્પિટલ માટે ડો.અંકુર પાચાણી અને નયન રમેશભાઈ મકવાણાના નેતૃત્વ હેઠળ ડો.કુંજેશ રૂપાપરા, ડો.પ્રિયાંક ફૂલેત્રા, ડો.નીખીલા પાચાણી, ડો.જયદીપ ભીમાણી, ડો.વિવેક પટેલ, ડો.આકાશ પાચાણી ઉપરાંત શિક્ષિત અને અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા કોવીડ-19 હોસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.
સંસ્થા દ્વારા ઓક્સિજનના 2(બે) પ્લાન્ટની સુવિધા સાથે કરવાનું આયોજન હતુ. પરંતુ દેશમાં કોરોનાની પરિસ્થિતિને કારણે સંસ્થાને હજુ ઓક્સિજન પ્લાન્ટ કંપની દ્વારા મળેલ નથી હોસ્પિટલ વહેલાસર શરૂ થાય તે માટે હાલ ઓક્સિજન ટેંકની સુવિધા ઉભી કરાશે.25 થી 30 ઓક્સિજન બેડ સુવિધા સાથે પ્રારંભ કરેલ છે. તબક્કાવાર વ્યવસ્થા થતા બેડની સંખ્યા વધારવામાં આવશે. ઉપરાંત, વેન્ટીલેટર આવ્યે વેન્ટીલેટર બેડની સુવિધા આપવામાં આવનાર છે. વિશેષમાં, ઇન્ડોર ફાર્માસીસ્ટ લેબોરેટરી, એસી, વિગેરે સુવિધા સભર અદ્યતન કોવીડ-19 હોસ્પિટલ થનાર છે.
મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સાથે ડોક્ટરોની ટીમના પરામર્શ સમયે રાજકોટ શહેરના કોવીડ-19ના દર્દીઓને સારામાં સારી સારવાર મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.