રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર કરતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલા બંને ઈસમોની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી છે. આ બનાવની વિગત એવી છે કે હાલમાં કોરોના મહામારી ખૂબ જ ફેલાયેલ હોય જેથી કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દી ક્રિટીકલ થતાં તે સ્ટેબલ રહે તે માટે તેને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ખૂબ જ વધવા પામેલ હોય, જેનો ગેરલાભ ઉઠાવવા સત્કાર કોવિડ હોસ્પિટલમાં આવેલ લોટસ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો પરેશ વાજા સહિતના લોકો ગેરરીતિ ચલાવતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવ્યું હતું.
જેમાં મજકુર આરોપી સત્કાર હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન મેડિકલમાંથી પૂરા પાડવાનું કામ કરતો હોય તેમાં જો કોઈ દર્દી વહેલા સાજા થઈ ગયેલ હોય અને ઇન્જેક્શન વધેલ હોય તો તે ઇન્જેક્શન મેડિકલ સ્ટોકમાં ઉધારવાના હોય છે, પરંતુ આરોપી આવા ન ઉધારેલ ઇન્જેક્શન દર્દીઓના સગાની જાણ બહાર ઊંચા પોતાના મિત્ર સહ આરોપી દેવાંગ મેર મારફત વેંચી નાખતા હતા.
આવી રીતે આરોપી દેવાંગે આ કામના સહેદ અભયભાઈને 14-4-2021ના રોજ ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન જે એકના રૂ. 10,000/- લેખે કુલ 30,000/- માં વેચેલ હતા. અને સાહેદ અભયભાઇએ 15,000/- ચૂકવેલ અને રૂ 15,000/- બાકી રાખેલ હોય બાદ તા:15-4-2021 ના રોજ ફરીવાર આરોપી દેવાંગે સાહેદ અભાયભાઈને વધુ એક રેમડેસિવિર ઇન્જેક્શન રૂ. રૂ.10,000/- માં વેચવા અને અગાઉ ના બાકી રૂ.15,000/- લેવા માટે અભયભાઇ પાસે આવતા ક્રાઈમ બ્રાંચના સ્ટાફના હાથમાં પકડાઈ ગયેલ.
આમ માજકુર આરોપીઓએ પોતાનો આર્થિક હેતુ સિદ્ધ કરવા ગુન્હામાં એકબીજા મદદગારી કરી મહામારી સમયે તથા દર્દી, તેના સગા સાથે વિશ્વાસઘાત કરી મૂળ કિંમત કરતાં વધુ કિંમતમાં વેચતા કાળાબજાર કરી ગુન્હો આચરેલ હોય ઇ પી કોની કલમ-420, 408, 114 તથા જરૂરી ચીજવસ્તુ અધિનિયમનની કલમ – 3, 7, 11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ 53 મુજબ ગુન્હો દાખલ કરી બંને સામે ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટના આદેશથી જેલ હવાલે કર્યા હતા દરમિયાન બંને આરોપીઓએ જેલમાંથી રેગ્યુલર જામીન પર છુટવા વસંતમાં અરજી દાખલ કરી હતી. તેમાં સરકારી વકીલ રક્ષિત કલોલાની ધારદાર દલીલો એવી હતી કે આ મહામારીના સમયમાં સમગ્ર વિશ્વ અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહ્યું છે અને લોકો અત્યારે એકબીજાને સાથે રહી ટેકો આપી અને આ મહામારીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેવા સમયે આવા તત્વો લોકોની લાચારી અને અજાણ પણાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે તેમની વિરુદ્ધ તો સખતમાં સખત કાર્યવાહી થવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે, અને તેને કોર્ટ દ્વારા પણ ગંભીર ગણી અને સખત શબ્દોમાં ઝાટકણી કાઢી અને બંને આરોપીની જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકારી વકીલ તરીકે એપીપી રક્ષિત કલોલા રોકાયેલ હતા.