અમેરિકન દળોની વાપસીની જાહેરાત સાથે જ કાબુલના આસપાસના વિસ્તારોમાં વસતા લઘુમતી શીયા સમુદાય સામે યુદ્ધ જાહેર કરવાની સ્થિતિને લઈને સરકાર અવઢવમાં
અફઘાનિસ્તાનમાં તાલીબાનોના ઉપદ્રવને નાથીને લોકતંત્રને બહાલી આપવા માટે પડાવ નાખી રહેલા અમેરિકન અને સાથી સૈન્યના સૈનિકોને ક્રમશ: પાછા ખેંચી લેવાની જાહેરાત અને તેના અમલ સાથે જ ફરીથી તાલીબાનોએ સમગ્ર વિસ્તારમાં કાળો કેર વર્તાવાનો શરૂ કરી દીધું હોય તેમ રવિવારે અફઘાનિસ્તાનના કાબુલમાં ક્ધયા શાળા નજીક થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 થી 15 વર્ષની વયની પચાસેક જેટલી વિદ્યાર્થિનીઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. શનિવારે થયેલા આ જઘન્ય હુમલામાં 100થી વધુ બાળકીઓને આસપાસની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાનું ગૃહ મંત્રાલયના પ્રવકતા તારીક હેરીયને જણાવ્યું હતું.
પશ્ર્ચિમમાં આવેલા દસ્તેબરચી વિસ્તારમાં થયેલા આ હુમલામાં શીયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહી છે. સરકારે આ અંગેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કસુરવારોને આકરી સજા આપવામાં આવશે. ભોગ બનનારની દફનવિધિમાં હાજર રહેલા મહમદ બાકીર અલીઝાદાએ જણાવ્યું હતું કે, પોતાની ભત્રીજી લતીફા એ-ગ્રેડની વિદ્યાર્થિની તરીકે સૈયદ અલ સોહદા સ્કૂલમાં ભણતી હતી. શાળાની બહાર દરવાજા પાસે જ થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોટાભાગના લોકો ઘટના સ્થળે જ મોતને ભેંટ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલીબાઓને શીયા લઘુમતીઓ સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. શનિવારે થયેલા હુમલાની સમગ્ર વિશ્ર્વમાં ટીકા થઈ રહી છે. અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટોના દળો પાછા ખેંચવાનું નક્કી કર્યું છે. 2018માં પણ આવી જ રીતે શાળાને નિશાન કરવામાં આવી હતી અને 34 વિદ્યાર્થીના મોત થયા હતા. સપ્ટેમ્બર 2018માં 24 લોકો અને હોસ્પિટલમાં થયેલા હુમલામાં 24ના મોત નિપજયા હતા. જ્યારે 2020માં ટયુટોરીયલ સેન્ટરમાં હુમલો કરી 30ના મોત નિપજયા હતા. આ બધા હુમલામાં તાલીબાનોનો હાથ હોવાનું ચર્ચા રહ્યું છે. અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથીઓએ લઘુમતી શીયાઓ તરફ યુદ્ધ જાહેર કરી દીધુ છે. લોહીયાળ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ગુસ્સે થયેલી ભીડ બેકાબુ બની ગઈ હતી અને આરોગ્ય કર્મચારીઓ સાથે ઘર્ષણ ઉભુ થયું હતું. આરોગ્ય કર્મચારીઓ નાસી છુટ્યા હતા અને બચાવ રાહતની કામગીરીમાં સ્થાનિક લોકોને જોડવામાં આવ્યા હતા. 10-10 મીનીટના અંતરે થયેલા 3 હુમલામાં મોટાભાગે વિદ્યાર્થિનીઓએ ઘટના સ્થળે જ દમ તોડી દીધા હતા. અફઘાનિસ્તાન સરકારે પરિસ્થિતિ પર કાબુ મેળવવા તમામ પ્રયાસો શરૂ કરી દીધા હોવાનું પ્રવકતાએ જણાવ્યું હતું.
હવે ભારત-પાક.ના સંબંધો સુધારવા સાઉદી અરેબીયાને એકાએક રસ જાગ્યો
સાઉદી અરેબીયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બીન ફરહાન અલી સઉદે ગઈકાલે કરેલી એક મહત્વની જાહેરાતમાં રિયાઝ ભારત-પાક. વચ્ચેના તણાવગ્રસ્ત સંબંધોને દૂર કરી બન્ને દેશોની મિત્રતા માટે પ્રયત્નશીલ થયાનું જણાવ્યું હતું. આ પ્રતિક્રિયા એ સમયે બહાર આવી છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાને ત્રણ દિવસની સાઉદી અરેબીયાની મુલાકાત લઈ છેલ્લા કેટલાંક વર્ષોથી સાઉદી અરેબીયા સાથે પાકિસ્તાનના મતભેદો નિવારવા પ્રયત્ન કર્યા હતા.
ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે સાઉદી અરેબીયાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે, આ બન્ને દેશો વચ્ચેનો તણાવ ઓછો કરી મૈત્રીપૂર્ણ સંબંધ અમે ઈચ્છીએ છીએ. અમે બન્ને દેશો વચ્ચે પુન: સારા સંબંધો કેળવાય તેમાં વધુ રૂચી રાખીએ છીએ. બન્ને દેશો વચ્ચે વિશ્ર્વાસનું વાતાવરણ ઉભુ થશે તો આપોઆપ સમસ્યાનું નિવારણ આવી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને સાઉદી અરેબીયા વચ્ચે કેટલાંક સમયથી મતભેદ ચાલે છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામીક કોર્પોરેશન (ઓઆઈસી) 57 મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનનું સંચાલન સાઉદી અરેબીયા કરી રહ્યું છે ત્યારે કાશ્મીર મુદ્દે સાઉદીના આગેવાનીમાં થાય છે. ભારત અને પાક.ના સંબંધો સુધરે તેમાં સાઉદીને એકાએક રસ જાગ્યો છે.