કોરોના વાયરસ સામેના વૈશ્વિક જંગમાં હાલ રસી જ રામબાણ ઈલાજ સમાન મનાઈ રહી છે. વિશ્વભરના વિભિન્ન દેશોએ અલગ-અલગ રસી વિકસાવી છે. કોઈ રસી આરએનએ ઉપર (એટલે કે રીઓક્સીન્યુબોક્લિક એસિડ) તો કોઈક રસી પ્રોટીન ઉપર વિકસાવાઈ છે. હાલ ળછગઅ બેઈઝડ વિકસાવાયેલી બે રસીઓ ઉપલબ્ધ છે જે ફાઈઝર અને મોડર્ના છે. આ રસી વિશ્વમાં ઉપલબ્ધ બધી રસીઓ કરતા સૌથી વધુ શ્રેષ્ઠ અને અસરકારક રસી માનવામાં આવી રહી છે. પરંતુ આ બંને રસી સારી છતાં કેમ દૂર છે?? શા માટે તમામ દેશો પાસે ઉપલબ્ધ કરાવવી અઘરી છે?? આ વિભિન્ન પ્રશ્ર્નો પાછળ ઘણા પરિબળો જવાબદાર છે જેની પાછળનું મુખ્ય કારણ એ ગણી શકાય કે ફાઈઝર અને મોડર્ના રસી ખૂબ નીચા તાપમાને સાચવવી પડે છે. અન્યથા તે કારગત નીવડતી નથી અને નિષ્ફળ સાબિત થાય છે એટલું જ નહીં દર્દીઓમાં આડઅસર પણ ઊભી કરી શકે છે.
આ રસીને 80’ભ એ સાચવવી પડે છે. આ માટે સ્પેશ્યલ ફ્રીઝર કોલ્ડ સ્ટોરેજની જરૂર રહે છે. જેનો ખર્ચ નાના અને આર્થિક રીતે પછાત દેશો પરવડી શકે નહીં આથી આ રસી હાલ માત્ર વિકસિત અને પૈસાવાળા દેશો છે તેમની પાસે જ ઉપલબ્ધ છે. જેમ રસીના ડોઝ નીચા તાપમાને સંગ્રહાય તેમ તે રસિ વધુ અસરકારક નીવડે છે. અને નીચા તાપમાને સચવાયેલી આ રસી લીધા બાદ તેની આડઅસરની પણ શક્યતા નહિવત્ થઇ જાય છે. આથી જ હાલ ફાઇઝર અને મોડર્ના સૌથી વધુ સારી રસિ અને કોરોના સામે વધુ કારગર મનાઈ રહી છે. વિશ્વની સૌથી બેસ્ટ મનાઈ રહેલી આ રસીઓ નાના દેશો પાસે ઉપલબ્ધ નથી એની પાછળનું બીજું એક કારણ “રસીની રસ્સાખેંચ” પણ ગણી શકાય. પોતાની આ રસીઓ અત્યાર સુધી અમેરિકાએ રિઝર્વ રાખી સૌપ્રથમ પોતાના નાગરિકોને “કોરોના કવચ” પૂરું પાડયુ. પરંતુ હવે વૈશ્વિક દબાણના કારણે અમેરિકી પ્રમુખ જો બીડેનએ રસી પરની પેટન્ટ હટાવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન પૂરું પાડતા રસી તમામ દેશો માટે ઉપલબ્ધ બનશે અને સાથે ફાઈઝર-મોડર્નાને 25થી 30 સુધી પણ સાચવી શકાય તેવા નવા ડોઝ બનતા હવે આ રસીઓ બીજા નાના દેશો માટે પણ ઉપલબ્ધ થશે.