છેલ્લા પંદર દિવસમાં ‘સંજીવની’ હેલ્પલાઈનમાં આવેલા કોલ
કોરોનાની ખતરનાક ગતિ ધીમી પડતા સ્થાનિક તંત્ર, સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. કોરોનાના કેસ ઘટતા 108 એમ્બ્યુલન્સ, સંજીવની તેમજ ધન્વંતરી રથમાં મદદ માટે આવતા ફોનની ઘંટડીઓમાં પણ ઘટાડો થયો છે. 108 અને 104ની સાથે સાથે “અબતક” દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનની પણ ઘંટડી 85 ટકા જેટલી શાંત થઈ ગઈ છે. 15 દિવસમાં માત્ર ચારથી પાંચ કોલ આવી રહ્યા છે જ્યારે હાલ છેલ્લા બે દિવસથી એક પણ કોલની ઘંટડી રણકી નથી. સરકાર દ્વારા જણાવેલા આંકડા મુજબ સંજીવની રથમાં મદદ માટે દરરોજના કોલ 2,539 જેટલા નોંધાતા હતા જે 85% જેટલા ઘટી ગયા છે. ગુજરાતમાં સંજીવની અને ધન્વંતરિ રથ દોડતા કોરોના ભાગી ગયો છે.