નવા વર્ષમાં પણ જ્યારે શાળાઓ બંધ જ રહેવાની છે ત્યારે સુપ્રીમ દ્વારા સ્કૂલોને ઓનલાઇન શિક્ષણ મુજબની ફી લેવા આદેશ કરાયો છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ કોરોનાએ ભરડો લીધો છે ત્યારે સમગ્ર દેશમાં હાલ ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ઓનલાઈન શિક્ષણ મારફત જ વિદ્યાર્થીઓ ઘરબેઠા જ ભણી રહ્યાં છે. ગત વર્ષે સરકારે 25 ટકા ફીની રાહત આપી હતી ત્યારે આ વર્ષે વાલીઓ દ્વારા 50 ટકા ફી માફીની રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમે પણ જણાવ્યું છે કે, ફીને લઈને જે સ્કૂલો દ્વારા વધુ ફી વસુલવામાં આવે છે ત્યારે હવે ઓનલાઈન પ્રમાણે જે રીતે શિક્ષણ આપવામાં આવે છે તે મુજબ જ ફી વસુલવામાં આવે ત્યારે હવે જોવાનું એ રહેશે કે તમામ જે ઓફલાઈન સ્કૂલો છે તે સુપ્રીમના આદેશનું પાલન કરશે કે કેમ ?
એકબાજુ વિદ્યાર્થીઓમાં બુમ ઉઠી રહી છે કે, સ્કૂલો 50 ટકા ફી વસુલે જો કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓને ઘરબેઠા જ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે સુપ્રીમના જણાવ્યા મુજબ તમામ સ્કૂલો ઓનલાઈન શિક્ષણ મુજબ જ ફી વસુલે તેવો આદેશ આપ્યો છે. જો કે હવે સ્કૂલો સુપ્રીમના આદેશનું પાલન કરશે કે કેમ ? કેમ કે શાળા સંચાલકો પણ કહી રહ્યાં છે કે શાળા ચલાવવા માટે અનેક સવલતો આપવી પડે છે ત્યારે અમે શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ લેવા શાળાએ આપવા શાળાઓએ બોલાવવામાં આવે છે આ ઉપરાંત સ્કૂલમાં અનેક વેરેન્ટેજ જેવા કે વિજળી, પાણીની સુવિધા, વેરો સહિતની વસ્તુ ચૂકવવી પડતી હોય છે ત્યારે આ બધા માટે યોગ્ય ફી વસુલવી પણ જરૂરી છે. જો કે અમે સરકારના નિયમ મુજબ ગત વર્ષે 25 ટકા ફી માફી આપી હતી અને હવે નવા સત્રમાં પણ અમે આ માટે સરકાર સાથે વાતચીત કરીને યોગ્ય નિર્ણય લેશું.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ઘરબેઠા જ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે અને કોરોનાના કપરાકાળમાં ગત વર્ષે રાજ્ય સરકારે ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી 75 ટકા ફી લેવાની છુટ આપી અને 25 ટકા ફી માફી આપી પુરુ વર્ષ વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણ્યા અને છેલ્લે પરીક્ષા લીધા વિના માસ પ્રમોશન અપાયું ત્યારે હવે વાલીઓમાં પણ રોષ ફેલાયો છે અને નવા વર્ષમાં પણ હવે શાળા બંધ રહેવાની છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવાના છે ત્યારે વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો કે સુપ્રીમના આદેશ મુજબ જે સ્કૂલો ઓનલાઈન કલાસ લે છે તેવી સ્કૂલો તેટલી જ ફી વસુલે તેવો આદેશ કર્યો છે ત્યારે હવે ફીને લઈ ઓફલાઈન રહેલી સ્કૂલો સુપ્રીમના આદેશનું પાલન કરશે કે કેમ તે જોવું રહ્યું.