આજે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 544મો પ્રાગટય મહોત્સવ
વિવિધ ધર્મ સંપ્રદાયોના સમૂહ એટલે ભારતીય સંસ્કૃતિ- હિદુ ધર્મ સમયે સમયે ભારતને અનેક અવતારી મહાપુરૂષોએ પ્રગટ થઈને પ્રેમ, શાંતીને ભકિતનો રાહ ચિંધ્યો છે. એવા જ ભારતનાં મહાજ જયોતિધર જગદ્ગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાકટય મધ્યપ્રદેશ હાલ છતીસગઢ રાજયના રાયપુર નજીક વૃક્ષ ઘટાથી શોભાયમાન એવાક ચંપારણ્યધામમાં વિ.સ. 1535નાં ચેત્ર વદ એકાદશીને રવિવારના રોજ થયું હતુ. વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગીય ભકિત સંપ્રદાય પ્રસ્થાપિત કર્યો.
‘પુષ્ટીમાર્ગીય સર્વજ્ઞ: કરૂણારસ પૂરિત: શ્રેષ્ઠ ફલ પ્રદાતાય તસ્મે શ્રી ગુરૂવે નમ:
પ્રભુને પામવા માયેના પંથ તો ઘણા છે. પરંતુ સરળ, સર્વસુગમ નિષ્કંટક પંથ તો પ્રેમનો પંથ, શ્રી મહાપ્રભુજી એ વિશ્ર્વના વર્તમાન તેમજ ભાવિ ભગવન્માર્ગનાં યાત્રિકોને આ પ્રેમપંથ, આ અદભૂત રતિપંથ બતાવીને મહાન અનુગ્રહ કર્યો છે. ભારતીય વૈદિક દર્શનમાં શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિધ્ધાંત આપનાર ભગવદ ભકિતમાર્ગમાં પુષ્ટિમાર્ગ નામે એક સર્વમાર્ગથી વિલક્ષણ સેવા માર્ગને પ્રવર્તાવનારા તેમજ સેવા માર્ગની પરંપરા ચલાવવા ભગવદ સેવા, તેમજ જીવમાત્રની સેવા સેવાજ મંત્ર, સેવા જ યજ્ઞ, સેવા જ જપ, સેવા જ સૃષ્ટિનો ઉધ્ધાર કરી શકે અને સેવાને જ જીવનનો સર્વોચ્ચ આદર્શ તરીકે આપે માન્ય રાખી ઉપદેશ આપ્યો. શ્રી મહાપ્રભુજીએ વૃક્ષમાં વેણુઘરનો વાસ છે. અને ગૌમાતામાં પ્રભુ બીરાજે છે. માટે બંનેની સેવા તથા રક્ષા કરાવાનું જગતને ઉપદેશ આપ્યો હતો. જે આચરણ કરીને જગતને શીખવે તે આચાર્ય રીતે શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું આચાર્યત્વ સિધ્ધ થાય છે. ગુજરાતના મહાન કવિ ન્હાનાલાલ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના વખાણ કરતા કહે છે. ભારતની ભીષણ રાત્રીમા શ્રી વલ્લભનો ચંદ્ર સ્વરૂપે ઉદય’ કહી ખૂબ પ્રશંસા કરી છે. ભારતની ધાર્મિક ભૂમિમાં મહાપ્રભુજીનું મોટુ પ્રદાન છે. પિતા લક્ષમણ ભટ્ટ તથા માતા ઈલમ્માજી સાથે કાશીમાં સ્થિરવાસ કરી અને આઠ વર્ષનીવયે યજ્ઞોપવિત્ર સંસ્કાર કર્યા અને ગોપાલમંત્રની દીક્ષા આપી.
જેમ ભાગવતજી શ્રીનાથજી બાવાનું તેમ ષોડશગ્રંથ શ્રીમહાપ્રભુજીનું નામાત્મક સ્વરૂપ
શ્રી મહાપ્રભુજીએ તેમના બાવન વર્ષના ભૂતલ પર જીવનકાળ દરમ્યાન ત્રણ વખત ખૂલ્લા ચરણાવિંદથી ચાલીને ભારતભરની પરિક્રમા કરી હતી.આ પરિક્રમા દરમ્યાન મહાપ્રભુજીએ શુધ્ધાંદ્વત બ્રહ્મવાદ અને પુષ્ટિ માર્ગીય ભકિત સંપ્રદાય પ્રસ્થાપિત કર્યો તથા દૈવિ જીવોનો ઉધ્ધાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ. ષોડશગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગોએ સ્વતંત્ર રીતે લખાયેલ છે.પરંતુ પૃષ્ટિ ભકિતના દરેક સોપાન (પગથીયા) ચડવા માટે એક પછી એક ગ્રંથનું અનુસંધાને જોવા મળે છે.જેમ નિસરણીના એક પગથીયા પરથી બીજે પગથીયા ચઢાય છે. તેમ આગ્રંથોમાં ભકિતમયજીવનના વિકાસમાં એક પછી એક ચઢીયાતા પગથીયાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
હાલની કપરી પરિસ્થિતિમાં ભકતોએ વલ્લભાચાર્ય જયંતીની ઉજવણી ઘરમાં રહીને કરી:
પરાગકુમારજી મહોદય
વૈષ્ણવ સંપ્રદાય પરાગકુમારજી મહોદયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જગતગુરૂ વલ્લભાચાર્ય જયંતી ઉજવવામાં આવે છે. આશરે 550 વર્ષથી આ જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે વલ્લભાચાર્ય જયંતી 544મો પ્રાગટય ઉત્સવ અમે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. પરંતુ હાલ સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં ચાલતી કોરોનાની પરિસ્થિતિને લઈને આ જયંતીની ઉજવણી ઘરમાં જ રહીને લોકોને કરવા વિનંતી ગૌસ્વામી 108 પરાગકુમારજી મહોદય જણાવે છે કે, જગતગુરૂ વલ્લભાચાર્ય આપણને જીવનનો નવો માર્ગ દેખાડે છે.
પુષ્ટિ માર્ગના પ્રણેતા મહાપ્રભુજીશ્રી પ્રાગટય મહોત્સવ સમયે સર્વેમાં વૈષ્ણવતાનો ભાવ જાગે એજ શ્રી મહાપ્રભુજીનો સંદેશ છે
જેમાં આપણે પ્રભુને બધુ સમર્પિત કરીને ઘરે રહીને ભકિતભાવ કરાવ્યાનું સુચવ્યું છે. જેમાં ખાસ કરીને સંસારમાં રહીને ભગવાન કેમ મળે તેનું બોધ કરે છે. ગુરૂજી જણાવે છે કે આ વૈવાહીરીક સંસારમાં રહીને ભગવાનની પ્રાપ્તી કરવી એજ ગુરૂ શિષ્યનો સાચો સંબંધ છે. કોઈ પણ સંસારની જવાબદારી છોડયા વગર સંપૂર્ણ રીતે જોડાવું એતો બોધએ ગુરૂ જ કરાવી શકે છે.
ગુરૂ વલ્લભાચાર્યએ ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય સેવાનો માર્ગ વૈષ્ણવજનોને દેખાડયો:
ગૌસ્વામી 108 મધુસુદન લાલજી મહોદય
ગૌસ્વામી 108 મધુસુદન લાલજી મહોદય (ચરણાટ હવેલી રાજકોટ)એ જણાવ્યું કે, સમગ્ર વિશ્ર્વમાં વસતા અઢીથી ત્રણ કરોડ વૈષ્ણવભકતોને હું આ પ્રાગટય ઉત્સવની શુભેચ્છાઓ આપું છુ જેમાં ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય સેવાનો માર્ગ વૈષ્ણવજનોને દેખાયો શ્રી કૃષ્ણનો પ્રેમનો માર્ગ, જેના નિસ્વાર્થ ભાવે સેવા કરી અને ઉધ્ધાર કરી શકે તે દિવ્ય પૃષ્ટી માર્ગ આચાર્ય વલ્લભાચાર્યએ પ્રદાન કર્યો જેમાં ગુરૂજી જણાવે છે વૈષ્ણવનો અર્થ જે ભગવાન શ્રીનાથજીને માનતા હોયતેમને વૈષ્ણવ કહેવાય છે. 550 વર્ષ પહેલા ગુરૂ વલ્લભાચાર્યએ ભગવાન કૃષ્ણની ભકિત સેવા કરી શકીએ તે માટે આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી હતી જે સ્થાને ભગવાન શ્રીનાથજીની પૂજા કરવામાં આવતી હોય છે. અને સંતો રહેતા હોય છે. તેને ‘હવેલી’ કહેવાય છે. હાલ કોરોના નેલીધે જે પરિસ્થિતિ સર્જાયી છે. તેમાં આ આયોજનને ઓનલાઈન રાખવાનું નકકી કર્યું છે. જેમાં દેશ વિદેશના તમામ લોકો જોડાઈ શકે છે. આ આયોજન સફળ પણ ખૂબજ સારી રીતે સંપૂર્ણ ભક્તિભાવ સાથે થવાનું છે. મહાપ્રભુજીએ આંધ્ર પ્રદેશ તેમજ જે પણ જગ્યાએ ભાગવત કથાનું પ્રારાણય કર્યું છે. તેને સ્થળ ને પુષ્ટીમાર્ગમાં બેઠક તરીકે જણાવવામાં આવે છે.
વૈષ્ણવ ધર્મમાં ભગવાન અને ભગવતી એક સમાન:
ગોસ્વામી 108 પુરૂષોતમલાલજી મહારાજ
ગોસ્વામી 108 પુરૂષોતમલાલજી મહારાજે ‘અબતક’ સાથેની વાતચીતમા જણાવ્યું કે હવેલી પંથીની સ્થાપના સૌ પ્રથમ ગુરૂ વલ્લભાચાર્યએ ભગવાન શ્રીનાથ પ્રગટ થયા બાદ કરી હતી જેમાં પુષ્ટિ માર્ગ એ મહાપ્રભુજીની સાથે જ પ્રગટ થતો હતો. જેમાં ગુરૂ જણાવે છે કે, વૈષ્ણવ ધર્મમાં ભગવાન અને ભગવતી એક સમાન છે. ભગવાનનું જ બીજુ સ્વરૂપ ભગવતી છે. જેમાં પુષ્ટિ માર્ગ છે એ સંપ્રદાયિક માર્ગ છે. માયાવાદનું ખંડન કરીને મહાપ્રભુજીએ આ પુષ્ટી માર્ગ સ્થાપન કર્યું હતુ,