બાબરાની બે બાળકીઓ દિયા જોશી અને માહી દવેએ કોરોનાને લઇને સકારાત્મક અભિગમ સાથે બાળકોને પ્રેરણા આપતો સંદેશ પાઠવ્યો છે.
બાબરા સિધ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતી અને ધો.8 માં અભ્યાસ કરતી માહી દવે એ ‘અબતક’ ના પ્રેસ રિપોર્ટર અપ્પુભાઈ જોશી સાથે મુલાકાત કરતા ખુબજ નાની વયે મોટેરા જેવા વિચારો રજૂ કર્યા તેનીના જણાવ્યા પ્રમાણે હાલ આપણે સૌ કોરોનાના કહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ જેમાં માત્ર વ્યક્તિના પોઝીટીવ વિચારો જ આવી મહામારીથી બચાવી શકશે.સૌ સાથે મળીને જ આ મહામારી નો સરકારની ગાઈડ લાઈનનું પાલન કરી સામનો કરવાનો રહેશે તથા વધુમાં માહી એ જણાવ્યું કે આપણે નિયમિત માસ્ક પહેરીએ,હાથ ધોઇએ,સોશિયલ ડિસ્ટન્સ રાખીએ,પોષ્ટિક ખોરાક લઈએ અને નિયમિત પ્રાણાયામ કરીએ એ ખુબ જરૂરી છે અને આવું કાર્ય છતાં પણ કોરોના નો ભેટો થાય તો આપણા શરીરના સૈનિકોને કામે લગાડીએ સૈનિકો એટલે રસી હાલ વેક્સિન જ આપણા સૈનિકો છે અને દરેક વ્યક્તિ એ લેવી જોઈ તો જ આપણે આપણા રાજ્ય ને અને દેશ ને પુન: સ્વસ્થ કરી શકીશું
ખુબ નાની વયે આવા સુંદર પોઝીટીવ વિચારો ને સૌવે આવકાર્યા છે અને તેની નો અબતક પર વિડિયો પણ લોકો એ પસંદ કરી અભિનંદન પાઠવ્યા છે બાબરાની સિધ્ધિવિનાયક સોસાયટીની નાનકડી દીકરી દિયા અપ્પુભાઈ જોશી ખુબજ નાની વયે કોરોના કહેરથી બાળકોને કેવી રીતે બચાવવા એવી વાત કરતા જણાવ્યું કે ટીવી ચેનલોમાં સમાચારોમાં એવું બતાવે છે કે ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમણ બાળકોમાં જોવા મળશે તો બાળકો પ્રત્યે અત્યારથી જ સાવચેતી રાખવી શક્ય હોય તો બાળકોને ઘરની અંદર રમાડવા ઘરથી બહાર જવા દેવા નહીં ગમે એ સારી પ્રવૃત્તિ ઘરમાં કરવા દેવી મોબાઈલ આપવા વાંધો નહીં ટીવી જોવા જેવું કોઈ પણ પ્રકારનું બાળકોને ટોર્ચર કરવું નહીં જેથી બાળકો ઘરમાં રહે સુરક્ષિત રહે .