સંરક્ષણ સંવર્ધન માટે વિવિધ પ્રવૃતિ કરીને પૃથ્વીનું જતન કરે
પવર્તમાન કોરોના મહામારીમાં આપણને છાત્રોને ઘણું શીખવા મળ્યું છે. ભાવી પેઢીને પર્યાવરણથી સમુઘ્ધ પૃથ્વી જો આપણે આપવા માંગતા હોય તો આપણે હવે દિવસ-રાત તેના સંરક્ષણ અને સંવર્ધન માટે યુઘ્ધના ધોરણે કામ કરવું પડશે, હિન્દુ સંસ્કૃતિ અનુસાર 33 કરોડથી દેવી-દેવતાનું પુજન, અર્ચન કરવામાં આવે છે, પણ કોઇએ કયારેય આમાના એક પણ દેવી-દેવતાને જોયા નથી. બધા બાળકોને જો સમજાવવામાં આવે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને અકાશ જેમને દેવતા ગણવામાં આવે છે તેવા પાંચ મહાભૂતોમાંથી આપણું શરીર નિર્માણ થયું છે. સાથે આપણું લાલન, પાલન અને પોષણ પણ આ પાંચ દેવતા કરી રહ્યા છે. જીવનના અંતે જયારે શરીર નાશ પામે છે ત્યારે આ પંચ મહાભૂતોની અંદર ભળી જાય છે.
ભારતની સર્વોચ્ચ અદાલતે પર્યાવરણની પવર્તમાન પરિસ્થિતિ
પ્રત્યે ચિંતા વ્યકત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં
પંચ, મહાભૂતો હમેંશા આપણી સાથે જ હોય છે, આપણે જોઇએ છીએ, અનુભવ કરીએ છીએ તેથી જ તેનું સન્માન, સંરક્ષણ અને સંવર્ધન કરવું જોઇએ, પર્યાવરણને નુકશાન કયારેય ન કરવું આવી સંસ્કાર શિક્ષણની વાત શાળાઓમાં વિઘાર્થીને કહેવાય, સમજાવાય તો પર્યાવરણની ખોરવાતી જતી સમતુલા કમસે કમ જ સ્થાન પર અત્યારે છે ત્યાં રોકી રાખવામાં, ખોરવાતી અટકાવવામાં આપણે અવશ્ય નિમિત બની શકીએ, જી.સી.ઇ. આર.ટી. ના માઘ્યમ દ્વારા 2006/07 થી આ અંગેના પ્રયત્નો શરુ થાયને અને 2009/10 થી રાજયની દરેક પ્રાથમિક શાળામાં ઇકો કલબ ની સ્થાપના કરવામાં આવી.
ઇકો કલબ એટલે શાળાના પ્રકૃતિ પ્રેમી વિઘાર્થીઓ તથા શિક્ષકોનું એક એવું સંગઠન કે જે પ્રકૃતિ અને પર્યવરણની સંરક્ષણની કુશળતા અને જાણકારી પુરી પાડેે અને એક પ્રકારની અનૌપચારિક સક્રિય વ્યવસ્થા ઉભી કરે, આપણે કોઇ બીજ વાવીએ તેનું જતન કરીએ તો તેમાંથી વૃક્ષ બને તે રીતે ઇકો કલબની પ્રવૃતિ દ્વારા બાળકમાં પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અંગેનું સંસ્કાર બીજ રોપાય તો ભાવિ નાગરીક તરીકે તેમનામાં દઢ સંસ્કારોનું સિંચન કરી શકાય, હાલ જે કંઇ સમસ્યાઓનું આપણે સામનો કરી રહ્યા છીએ તે સમસ્યાઓ જેવી કે ગ્લોબલ વોમિંગ, ઘટતી જતી ખનીજ સંપતિઓ, વિજળીની વધતી જતી માંગ, પ્રદુષણ, ટેકનોલોજીથી વધતી જતી સુખ સુવિધાની સમસ્યા અને વધતો જતો પ્લાસ્ટિકનો ઉપયોગ વિગેરેમાં આગ લાગે ત્યારે કુવો ન ખોદતા, નાનપણથી જ જો બાળકને સમજાવ્યું હોય તો તેઓ જાગૃત નાગરીક તરીકે વર્તે અને પાણી પહેલા માળ બાંધીને પર્યાવરણથી લથબન, ઓકિસજનના અખુટ ભંડાર સમું વિશ્ર્વ આવનારી પેઢી માટે નિર્માણ કરે.
પર્યાવરણને વિષય તરીકે દાખલ કરવા હિમાયત કરી:
2001 થી શાળાકિય લેવલે આયોજન શરૂ કરાયા
ગ્લોબલ વોમિંગની એક સમસ્યાથી પૃથ્વીનું વાતાવરણ બદલાઇ રહ્યું છે. તાપમાન વધવાથી પશુ-પંખી, માણસો વનસ્પતિઓ ઉપર વિપરીત અસર જોવા મળે રહી છે. વરસાદ કમોસમી થઇ રહ્યો છે. મહાકાય હિમ શિલાઓ પીગળી રહી છે, તેથી દરિયાની સપાટી વધતાં દરિયા નજીકના શહેરોનું ડુબવાની સંભાવના વધી ગઇ છે.
અતિવૃષ્ટિ, દુષ્કાળ, વાવાઝોડું, જવાળામુખી વિસ્ફોટ, ધરતીકંપ જેવા અણધાર્યા ફેરફારો જાનહાની વધારી રહ્યા છે. દુષિત હવા અને પર્યાવરણનું હનન વિવિધ બિમારીઓ, વાયરસો ફેલાતા માનવ જાતને હવે જીવ બચાવવો અધરો થઇ પડયો છે. કારખાનાઓના ઘુમાડાઓથી તથા હવાના જુદા જુદા પ્રદુષણોથી વાતાવરણ ગરમ થઇ રહ્યું છે. દુનિયામાં પાક ઉત્પાદન અને વસ્તી વધારા વચ્ચે મોટો તફાવત ઉભો થયો છે જેના કારણે ગરીબી, બેકારી, કુપોષણ જેવી અસરો જોવા મળી રહી છે. વિશ્ર્વના સૌથી મોટા દેશ ચીન પછી આપણો દેશ સૌથી મોટો હોવાથી આ બધી સમસ્યાઓને જો અંકુશ નહી કરાય તો ભયંકર પરિણામો ભોગવવા ભારતવાસીઓએ તૈયાર રહેવું પડશે.
પવર્તમાન સ્થિતિમાં જળ વ્યવસ્થાપન અને જળ સંરક્ષણ તથા પર્યાવરણ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીમાં પણ મોટો અવરોધ ઉભો થઇ રહ્યો છે. આ અવરોધો દૂર કરવા આપણે પ્રદુષણ ન ાય તેવા પ્રયત્નો કરવા, સ્વચ્છતા અને આરોગ્યને મહત્વ આપવું, વિજળી, પાણી બચાવો ઝુંબેશ અને થમોકોલનો ઉપયોગ ટાળવો, સજીવ ખેતીને પ્રાધાન્ય આપવું, કુદરતી સ્ત્રોતનો ઉપયોગ વધારવો, દરિયાઇ ખારાપાટને અટકાવવો, વૃક્ષ છેદન પ્રત્યે લોક જાગૃતિ, ઝુબેશ વિવિધ ખેતી પઘ્ધતિનો ઉપયોગ, ટેરેસ ગાર્ડન કિચન ગાર્ડન, ચેક ડેમ બનાવવા, સી.એન.જી. વાહન વધારવા, બિન પરંપરાગત ઉર્જાનો ઉપયોગ વધારવો વિગેરે જેવી પ્રવૃતિ કરવી જ પડશે.
આ પ્રશ્ર્ન એક વૈશ્ર્વિક હોઇ કોઇ એકલ – દોકલ વ્યકિતનું પરિણામ ન આવે તેને માટે સામુહિક રીતે પ્રયાસો થાય તો જ ચોકકસ પરિણામો લાવી શકાય, માટે આ સમજને ઇકો કલબની શાળાકીય પ્રવૃતિઓના વિચાર બીજ દઢ છે. તેથી તેને ફરી ધમધમતી કરવી જ પડશે. ઇકો કલબની શાળાકીય પ્રવૃતિમાં ઔષધ બાગ, કિચન ગાર્ડન નિર્માણ કરવા તેમજ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની શાળા લેવલે પ્રવૃતિઓ કરવી જરુરી છે. આ કલબમાં શિક્ષકની ભુમિકા અગત્યની છે, તે જો વિદ્યાર્થીઓમાં પ્રવૃતિઓનું મહત્વ આત્મસાત કરાવી શકે તો શાળા એક પ્રવૃતિધામ બની શકે, જો કે છેલ્લા થોડા વર્ષોથી આ પ્રવૃતિ શાળા કક્ષાએ સક્રિય થતાં ઘણી શાળાઓ સુંદર પ્રાકૃતિક સ્વરુપ ધારણ કર્યુ છે કે કોઇપણને તે શાળામાં ભણવાની ઇચ્છા થાય.
શાળામાં સ્વસ્થ જમીન રચના, અમૃતપાણી, કુદરતી ખાતર, વૃક્ષ પરિચય, ધન કચરાનો નિકાલ તથા પ્લાસ્ટિક કચરાનો નિકાલ, વૃક્ષોની ગણતરી, નામ કરણ તથા માવજત સાથે તેનો શણગાર, શાળા સફાઇ અને સુશોભન, જળ સંચય પ્રવૃતિ, વરસાદી પાણીના સંગ્રહનું આયોજન જેવી વિવિધ પ્રવૃતિઓ બાળકોને કરાવી શકાય, દેશની બધી જ શાળા આ પ્રવૃતિ પ્રોજેકટ શિક્ષણ સાથે ફરજીયાત કરવાનો સમય પાકી ગયો છ.ે. જો આપણે અને પૃથ્વીને બચાવવી હશે તો આપણે હવે પર્યાવરણનું રક્ષણ કરવું જ પડશે.
આ દિવસો શાળાઓમાં વિવિધ પ્રવૃતિઓ કરીને ઉજવવા
- પ્રાણી કલ્યાણ વીક સેલીબ્રેશન
- વિશ્ર્વ જળ દિવસ
- રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
- વિશ્ર્વ જંગલી પ્રાણી જીવન રક્ષણ દિવસ
- નદીઓની સ્વચ્છતા માટે આંતરરાષ્ટ્રીય ઉજવણી
- વિશ્ર્વ પૃથ્વી દિવસ
- વિશ્ર્વ વન દિવસ
- વિશ્ર્વ વૃક્ષારોપણ દિવસ
- વિશ્ર્વ હવામાન દિવસ
- વિશ્ર્વ આરોગ્ય દિવસ
- વિશ્ર્વ પર્યાવરણ દિવસ
- વિશ્ર્વ વસ્તી દિવસ
- સ્વચ્છતા સપ્તાહ ઉજવણી
- વન મહોત્સવ સપ્તાહ
- વિશ્ર્વ ઓઝોન દિવસ
- વિશ્ર્વ પ્રાણી દિવસ
- અક્ષય ઉર્જા દિવસ
- વિશ્ર્વ અન્ન દિવસ
- વિશ્ર્વ જૈવિકતા દિવસ