માતૃ ગાયનેક હોસ્5િટલમાં સીઝરીયન દરમિયાન સર્ગભાનું મોત નિપજયું’તું:
મૃતકના પતિએ ગ્રાહક સુરક્ષામાં દાદ માંગી
રાજુલામાં આવેલ માતૃ ગાયનેક હોસ્પિટલ જે ગોલ્ડન પ્લાઝા કોમ્પલેક્ષમાં આવેલ છે. તેના ડો. બ્રિજેશ પટેલને તા. 3-5 ના રોજ ગ્રાહક સેવા કેન્દ્ર, રાજુલા દ્વારા સિઝરીયન દરમ્યાન ફરીયાદી બાબુભાઇ પાંચાભાઇ સાંખટ રહે. કોટડી તા. રાજુલા વાળાએ પોતાની પત્ની હંસાબેનનું મૃત્યુ સીઝરીયન દરમ્યાન ડોકટરની બેદરકારીને કારણે થયેલ હોય જેથી તેઓએ ફરીયાદ કરેલ છે.જેના અનુસંધાને ગ્રાહક સેવા કેન્દ્ર રાજુલા દ્વારા ડો. બ્રિજેશ પટેલ ડો. જી. સુજાતા, ડો. મિસિસ ગજેરા સામે સામે આરોપ મુકેલ છે. જેના અનુસંધાનને તેઓને નોટીસ આપવામાં આવેલ છે અને દિન-1પમાં ડોકટરના કવોલીફીકેશન સર્ટિફીકેટ તથા હોસ્5િટલ તરીકે નોંધણી કરાવ્યાની વિગતો સાથે ખુલાસો કરવા જણાવવામાં આવેલ છે આમ કરવામાં કસુરવાર થયેથી ફરીયાદીને ગ્રાહક સુરક્ષાના કાયદા અન્વયે મળેલ કાનુની અધિકાર મુજબ વળતરની કાર્યવાહી કરશે તેવું નોટીસમાં જણાવવામાં આવેલ છે.
આઅંગેના બનાવની વિગત એવી છે કે, ફરીયાદી બાબુભાઇ પાંચાભાઇ સાંખટ રહે. કોરડા તા. રાજુલા ના પત્નીને ડીલેવરી માટે તા. 24-3-2021 ના રોજ સવારના 6 વાગ્યે દાખલ કરેલ ત્યાં ડોકટર દ્વારા નોર્મલ ડીલેવરી થઇ શકે તેમ નથી જેથી સીઝેરીયન કરવું પડશે તેવું જણાવેલ. સીઝરીયન થઇ ગયા પછી ડોકટર દ્વારા ફરીયાદીને ચેમ્બરમાં બોલાવીને મહુવા બ્લડ બેંકમાંથી લોહી લઇ આવવા જણાવેલ આમ મહુવા બ્લડ લેવા જણાવેલ આમ મહુવા બલ્ડ લેવા ફરીયાદી ગયેલા ત્યારે લોહી લઇને આવતા હતા તેવા સમયે ડોકટરે જણાવેલ કે દર્દીને તાત્કાલીક ભાવનગર લઇ જવા પડે તેમ છે. બ્લડ ચાલુ રસ્તે ચડાવી દઇશું એમ એમ્બ્યુલન્સ રેડી રાખેલ છે. તેવું જણાવેલ આમ પેશન્ટને ભાવનગર લઇ જવામાં આવેલ ફરીયાદીએ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાનું જણાવેલ હોવા છતાં સરકારી હોસ્પિટલમાં સાથે આવેલ ડોકટરે પ્રેસરથી લઇ ગયેલ હતા.
આમ ભાવનગર સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ જયાં ફરજ પર ડોકટરે લેબોરેટરી કરાવતા પેશન્ટને તપાસીને જણાવેલ કે આ બહેનને કમળો થયેલ છે. અને કમળો થયેલ હોય એ સ્થિતિમાં કોઇ સંજોગોમાં સીઝરીયન ડીલેવરી કરી શકાય નહીં. તેમજ સીઝેરીયન કરનાર ડોકટરે પેશન્ટને ઓપરેશન ટેબલ પર લેતા પહેલા પૂરતા પ્રમાણમાં બ્લ્ડની વ્યવસ્થા કરી લેવી કાયદાની જોગવાઇ છે એવું કશું જ કર્યા વિના તેમજ બીજા રોગની તપાસ કર્યા વિના માતૃ ગાયનેક હોસ્પિટલના ડોકટર દ્વારા સીઝેરીયન કરીને ફરીયાદીના પત્નીને મોતના મોંમા ધકેલી દીધેલ હોવાનું પણ નોટીસમાં જણાવવામાં આવેલ છે.
આ નોટીસ ગ્રાહક સેવા કેન્દ્ર રાજુલાના એમ.સી. હિરાણીએ આપતા આ વિસ્તારમાં ઉઘાડપગા ડોકટરો દ્વારા સીઝેરીયન કરતા હોય તેવી હોસ્પિગલોમાં ખળભળાટ મચી ગયેલ છે.આ નોટીસના અનુસંધાને રાજુલા વિસ્તારના લોકોમાંથી એવી માંગ ઉકેલ છે કે, બીજી પણ કેટલીક ગાયનેક હોસ્પિટલો દ્વારા પણ ડીગ્રી નહી ધરાવતા ડોકટરો પણ સીઝેરીયન કરી રહ્યા હોય અને ગાયનેક ના બોર્ડ મારીને લોકોને લુંટી રહ્યા હોય તેવા રાજુલા તમામ દવાખાનાની તપાસ કરવામાં આવે