જરૂરિયાત પર અન્ય સ્ટોકમાં રહેલા વેન્ટિલેટર પણ રહે છે કાર્યરત: તબીબી અધિક્ષક
રાજકોટ શહેરમાં લોકોની જાગૃતિ સામે હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી રહી છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પણ ક્રિટિકલ દર્દીઓ માટે વેન્ટિલેટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં પણ આ દર્દીઓ માટે પૂરતા અપગ્રેટેડ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રહેલા અન્ય વેન્ટિલેટર પણ સ્પેરમાં ઉપયોગમાં આવી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી સામે લડવા માટે તંત્ર પણ દોડધામ કરી રહ્યું છે. ત્યારે ક્રિટિકલ હાલતમાં આવતા દર્દીઓ માટે પણ પૂરતા અને ખાસ અપગ્રેટેડ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલની કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરના અપગ્રેડ વર્ઝનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ વધારે સ્ટોકમાં રહેલા વેન્ટિલેટર પણ જરૂર પડે ઉપયોગમાં લઈ શકે છે.સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની વધતી જતી સંખ્યા અને તેમાં પણ ઇમરજન્સી પર રહેલા દર્દીઓની સારવાર માટે તંત્ર હમેશા કાર્યરત રહે છે. વેન્ટિલેટર જેવી સુવિધાઓનો પણ પૂરતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ધમણ વેન્ટિલેટરના અપગ્રેડ વર્ઝનને ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. વેન્ટિલેટર દ્વારા ક્રિટિકલ દર્દીઓની સારવાર પણ સચોટ રીતે કરવામાં આવી રહી છે.હાલ સિવિલ હોસ્પિટલમાં એક તરફ અપગ્રેડ તમામ વેન્ટિલેટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અન્ય વેન્ટિલેટર પણ સ્ટોકમાં રાખવામાં આવ્યા છે. જે વેન્ટિલેટર જરૂર પડે દર્દીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ શહેરના કોઈ ખાનગી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટરની જરૂરિયાત જણાય ત્યારે આ સ્ટોકમાં રહેલા વેન્ટિલેટરને જરૂર પડે ખાનગી હોસ્પિટલમાં પણ મોકલવામાં આવે છે.