સુરક્ષાના કારણોસર રોહતક જેલમાં સીબીઆઈની અદાલત ઉભી કરાઈ શહેરમાં ૧૫૦૦૦ ડેરાવાસીઓનું જોખમ: પાંચ સ્તરીય સુરક્ષા-વ્યવસ્થા

ડેરા સચ્ચા સોદાના આશ્રમમાં સાધ્વી પર દુષ્કૃત્યના આરોપસર કસુરવાર ઠરેલા ડેરા પ્રમુખ બાબા ગુરમીત રામ રહીમને આજે સીબીઆઈ અદાલત સજા સંભળાવશે. સુરક્ષાના કારણોસર હાલ રોહતકની જેલમાં વિશેષ સીબીઆઈ અદાલત ઉભી કરવામાં આવી છે.

સીબીઆઈ જજ જગદીપસિંહ હેલીકોપ્ટર દ્વારા રોહતકની જેલમાં પહોંચ્યા છે. સુનાવણી દરમિયાન સીબીઆઈ દ્વારા રામ રહીમને આજીવન કેદની સજા ફટકારાય તેવી હિમાયત કરી છે.

રોહતકની સનોરીયા જેલની બહાર પાંચ સ્તરીય સુરક્ષા-વ્યવસ્થા ગોઠવાઈ છે. જેલ પરિસરની ચારેય તરફ પોલીસ અને અર્ધ લશ્કરી દળોના જવાનો તૈનાત છે. વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ છે. શહેરમાં ૧૫૦૦૦થી વધુ ડેરા સમર્થકો એકઠા થઈ ગયા છે. પરિણામે સૈન્યની મદદ લેવાઈ છે. હાલ પંચકુલામાં આર્મીની ૧૨ કોલમ, સીરસામાં ૧૨ કોલમ, માનસામાં ૨ તેમજ મલૌતમાં ૨ કોલમ ગોઠવાઈ છે. કેસમાં બાબાની ઓછામાં ઓછી ૭ વર્ષની સજા થઈ શકે છે. જયારે સીબીઆઈ બાબાને આજીવન કારાવાસની કેદ થાય તેવો પ્રયાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.