હનિફ પઢીયારને ખનિજ ચોરીના કેસમાં ગુજરાતમાં રાહત મળતા ફરી
કોંગ્રેસમાં સક્રિય બન્યો ‘તો
અબડાસામા યોજાયેલી પેટાચુંટણીમા અપક્ષ ઉમેદવારી કરી ભાજપ માટે જીતનો રસ્તો સહેલો કરનાર અબડાસાના હનીફ પઢીયારને અંતે રાજસ્થાન અઝજ ઉઠાવી ગઇ છે . આમતો ચુંટણી સમયે પરિણામ જાણી ગયેલા કોગ્રેસે રાજસ્થાન સરકારની મદદથી હનીફને ચુંટણી સમય જે ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજકીય મોટામાથાઓના દબાણ વસ થઇ રાજસ્થાન અઝજ જે કેસમા તેને પકડવા માટે આવી હતી તે પડતુ મુકી પરત ફરી હતી જો કે ભાજપને મદદ કરી જીતાડ્યા બાદ હનીફ ફરી પાછો કોગ્રેસમા સક્રિય થઇ ગયો હતો પરંતુ અંતે રાજસ્થાનના એ ચકચારી કેસમા હનીફની સંડોવણીની શંકા હતી તે કેસમા વોરન્ટ મેળવી આજે ઉઠાવી ગઇ હતી આજે સાંજે કચ્છની સ્થાનીક પોલિસને સાથે રાખી.
આ કાર્યવાહી કરાઇ હતી અને તે સંદર્ભની કોઠારા પોલિસમા એન્ટ્રી કરી અઝજ તેને તપાસ માટે લઇ ગઇ છે ચુંટણી સમયે ભાજપ પાસેથી કરોડો રૂપિયા મેળવવા તથા ખનીજ ચોરીના કેસમા રાહત મેળવવા સહિતની વાતો વહેતી થઇ હતી અને હવે તેની સામે કોઇ કાર્યવાહી નહી થાય પરંતુ અંતે રાજસ્થાન અઝજ તેને ઉઠાવી ગઇ છે પુછપરછ બાદ કાયદાના નિષ્ણાંતો તેની ધરપકડને પણ જોઇ રહ્યા છે