ભારતમાં કોરોનાનું વધતું સંક્રમણ જોઈ અમેરિકાના ટોચના તબીબી નિષ્ણાત ડો.એન્થની ફાઉચીએ એક સુજાવ આપ્યો છે. તેમણે ભારતમાં થોડા દિવસો માટે લોકડાઉન કરવાની સલાહ આપી છે. ડો.ફાઉચી કહે છે કે ‘આનાથી સંક્રમણ ઓછું ફેલાશે અને આ મુશ્કેલ સામે લડવામાં તાત્કાલિક પગલા અંગે વિચારવાનો સમય મળશે. આ બધા સાથે તાત્કાલિક રસીકરણ કરવું પણ ખુબ અગત્યનું છે.’

કોરોના વાયરસ અંગેના નિષ્ણાતોમાં ડો.એન્થનીનું બહુ મોટું નામ છે. અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના મુખ્ય તબીબી સલાહકાર ડો.એન્થનીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘ભારત આ સમયે ખુબ કપરી પરિસ્થિતિમાં છે, તેને કોઈ ચોક્કસ ઉપાય કરવો જરૂરી છે. આ સમયે સૌથી અગત્યની બાબત એ છે કે ઓક્સિજન સપ્લાય, દવાઓ, પી.પી.આઈ. કીટ અને અન્ય વસ્તુઓની તુરંત વ્યવસ્થા કરવી. પરંતુ આ સાથે સંક્રમણ રોકવા માટે દેશભરમાં તાત્કાલિક લોકડાઉન જરૂરી છે.’

ડો.એન્થની ચીનનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘6 મહિના કે વધુ સમય માટે લોકડાઉન જરૂરી નથી, અમુક દિવસોનું લોકડાઉન સંક્રમણની સાયકલને રોકી શકે છે. આ થોડા દિવસોના લોકડાઉનથી ચેપને અટકાવવામાં આવશે અને દેશને તૈયારી માટે પણ વધુ સમય મળશે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.