5 ટકા વળતર યોજના ઓગષ્ટ સુધી લંબાવાની જાહેરાત: મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફિસ તમામ સિટી સિવીક સેન્ટર, વોર્ડ ઓફિસ સહિતના માધ્યમથી ઓનલાઈન મિલકત વેરો ભરપાઈ થઈ શકશે
સને 2021-22ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને ઓનલાઈન ભરનારને 1% વળતર વિશેષ આપવાનું મંજુર કરાયેલ છે.
હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ યોજનાની મુદત વિશેષ તા.30 જુન સુધી લંબાવવામાં આવે છે.એજ રીતે જુન માસમાં એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું તેમજ ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ 1% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. જે યોજનાને 31 ઓગષ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કરાયેલ છે.કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક ખાતે અને ઓનલાઈન મિલ્કત વેરો ભરપાઈ કરી શકાશે.હાલની વર્તમાન પરિસ્થિતિના કારણે મિલકતધારકો આ યોજનાનો લાભ મેળવી શકે તેવા શુભ આશયથી આ યોજનાને લંબાવવામાં આવેલ છે. તેમ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા કમિશનરશ્રીએ જણાવેલ છે.