મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી છે ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીમાં રાત્રીકર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા તેની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે દિવસ-રાત દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સ તેમજ રાત્રી કર્ફ્યૂનો ભંગ કરતા લોકો સામે વિવિધ તાલુકા તેમજ શહેર પોલીસે અલગ અલગ કલમો હેઠળ કુલ 32 જેટલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા કે દુકાનો પર માસ્ક વગર બેસેલા 4, લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા 3 સામે જ્યારે બી ડિવિઝન પોલીસે માસ્ક પહેર્યા વિના જાહેરમાં ફરતાં 3, વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટનસના નિયમભંગ કરતા 3 રીક્ષા ચાલક, રાત્રી કર્ફ્યૂ દરમ્યાન અગત્યના કામ વિના બહાર નીકળેલા 5 સામે અલગ અલગ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.
જ્યારે વાંકનેર સીટી પોલીસે માસ્ક પહેર્યા વિના અને માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા 4, વાંકાનેર તાલુકા પોલીસે દુકાનમાં સોશ્યલ ડિસ્ટનસનો ભંગ તેમજ માસ્કના નિયમનો ભંગ કરતા 1 દુકાનદાર, માસ્કવિના જાહેરમાં ફરતા 1 સામે તથા ટંકારા પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર રિક્ષામાં બેસાડતા 3, વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 કારચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસે માસ્ક પહેર્યા વિના રીક્ષા ચલાવતા તેમજ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 3 રિક્ષાચાલક સામે તથા હળવદ પોલીસે નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતાં. આમ, પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ અને કોરોના ગાઈડલાઈન્સની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી હતી.