નવા ચૂંટાયેલા અમેરિકન રાષ્ટ્રપતિ બિડેનના 100 દિવસના કાર્યકાળમાં ભારત અને USA વચ્ચેના સંબંધો ગાઢ થયા છે. આ કહેવું છે કે USA સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસનું. તેમણે કહ્યું કે, ‘આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેની વાટાઘાટો વૈશ્વિક વ્યાપક ભાગીદારીને મજબૂત કરે છે. આ 100 દિવસોમાં ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.’
પ્રાઈસે આગળ વાત કરતા કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બિડેને ગઈકાલે રાત્રે રાજ્યના સંઘમાં ચોક્કસપણે ભારતનો ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્પતિ બિડેને તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. USAના વિદેશ પ્રધાન ટોની બ્લિંકેન અને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર બંનેએ અનેક વખત મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી છે. આ સાથે બીજા ઘણા ઉચ્ચ-સ્તરના પ્રતિનિધિમંડળ પણ સામીલ થયા છે. ગાઢ દોસ્તીના પુરાવાની વાત કર્યે તો, USAના વિશેષ દૂત જ્હોન કેરી આટલા લાંબા સમય સુધી ભારતમાં ક્યારેય રોકાયા નથી. આ પરથી તમે બંને દેશોના સબંધ વિશે અંદાજો લગાવી શકો છો.’
પ્રાઇસે કહ્યું, ‘બંને દેશો વચ્ચે જળવાયું સેવા અને આરોગ્ય સહકાર વિશે પણ ઘણી ચર્ચા થઈ છે. આવા કપરા સમયમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે. આવી બધી મદદો અને સબંધો બંને દેશના વૈશ્વિક વ્યાપક ભાગીદારીને વિશ્વસ્તર પર પ્રતિબિંબિત કરે છે.’