સામગ્રી :
- ૮૦ ગ્રામ અડદની દાળ
- ૨ ઝીણા સુધારેલા લીલા મરચા
- ૧/૨ ઇંચ ઝીણુ ખમણેલુ આદુ
- ૨ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ૧ ટેબલસ્પુન રીફાઇન ઓઇલ
- ૧/૨ ટીસ્પુન મીઠુ
- ૨૫૦ ગ્રામ ઇડલી ચોખા
સૌ પ્રથમ ડિલિશિયમ ઓનિયન ઉત્તપમ બનાવવા માટે દાળ અને રાઇસને જુદા-જુદા પાણીમાં પલાળો. ૨-૩ કલાક સુધી પાણીમાં પલાળ્યા બાદ વધારાનું પાણી કાઢો નાખીને ગ્રાઉન્ડમાં અલગ અલગ પીસી લો. હવે બંનેને એક બાઉલમાં કાઢી તેમાં મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે પેનમાં થોડુ ઓઇલ લઇ તેને ગરમ કરી અને તેમાં ચેલડ કરેલા ઓનિયન નાખી જ્યા સુધી ગુલાબી. સોનેરી કલરના થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યારબાદ તેમાં લીલા મરચા અને આદુને મિક્સ કરો. આ મિશ્રણને એકાદ મિનિટ માટે પકવો. હવે આ મિશ્રણને પણ દાળ- ચોખાના મિશ્રણને મિક્સ કરો. ધ્યાન રાખો કે આ મિશ્રણ બહુ ઘટ્ટ અથવા બહુ પાતળુ ન બની જાય….
હવે ગેસ પર તવાને ગરમ કરો. અને તેમા એક ચમચો ભરીને ઉત્તપમ માટેનું મિશ્રણ મુકો. આ મિશ્રણને સર્ક્યુલર મોશનમાં ગોળ ફેરવી ફેલાવો. આ રીતે થોડો જાડો ઉત્તપમ બનશે.
ઉત્તપમને ફેલાવી લીધા બાદ તેની ફરતે ઓઇલ મુકો બંને તરફ ઉત્તપમને બરાબર રોકી લીધા બાદ ગરમા-ગરમ સાંભાર અને ચટણી સાથે તેને સર્વ કરી શકો છો.